Viyahapannatti 970
Viyāhapannatti: ṭīkānusārī vivecana 970
- Language
- Gujarati
970
વિવેચન :–૬૪૦
સિદ્ધાંત ભાષાથી માગસર-પોષને શરદ કહે છે. તેમાં પ્રથમ શરત્કાળ એટલે માગસરમાં, વર્ષા થયેલ ન હતી ત્યારે, બીજા કોઈ આસો અને કારતકને શરદ્ઋતુ કહે છે. ‘અલ્પવૃષ્ટિને કારણે તેમાં પણ વિચરણમાં કોઈ દોષ નથી.’ – આ વાત અસંગત છે. ભગવંત પણ અવશ્ય પર્યુષણના કર્તવ્યપણાથી, પર્યુષણ કલ્પ કરે. હરિયગરેરિજ્જમાણ - વનસ્પતિથી અતિ શોભતું. - - ‘ત્યારે મેં ગોશાળાને આમ કહ્યું.’ અહીં જો કે ભગવંત પૂર્વકાળે સ્વીકૃત્ મૌનનો અભિગ્રહ છતાં ઉત્તર આપવાને માટે કદાચ કોઈ વચનની છુટ્ટી અભિગ્રહમાં સંભવે છે.
તિલસંગલિયાએ - તલની ફળીમાં, મમં પણિહાય - મને આશ્રીને ‘આ મિથ્યાવાદી થાઓ’ એવો વિકલ્પ કરીને. અબ્ભવદ્દલએ - અભ્ર રૂપ વાર-પાણીના દલિકો. પતણતણાયઈ - પ્રકર્ષથી ગર્જે છે. - X - નાઈમટ્ટિયં - અતિ કાદવ નહીં તે રીતે. પવિરલપપ્ફુસિય - પ્રવિરલ વિપ્રુષ, રયરેણુવિણાસણ - રજ એટલે વાયુથી ઉડેલ આકાશવર્તી રેણુ - ભૂમિસ્થિત ધૂળ, તે બંનેને ઉપશમક, સલિલોદગ - શીતાદિ મહાનદીના જેવો રસમય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit