Pramāṇa · Search · About · API

Viyahapannatti 972

Viyāhapannatti: ṭīkānusārī vivecana 972

Language
Gujarati

972

વિવેચન :–૬૪૧ થી ૬૪૪
પ્રાણાદિની સામાન્યથી જે દયા, તેના વડે અથવા ‘જૂ’ જ ઉચ્છ્‌વાસાદિ પ્રાણથી ભાવથી પ્રાણ છે, હોવાના ધર્મકત્વથી ભૂત, ઉપયોગ લક્ષણત્વથી જીવ, સત્વ યુક્તતાથી સત્ત્વ. કિં ભવં મુણી મુણિએ - શું તમે તપસ્વી છો કે જ્ઞાત તત્ત્વ છો અથવા શું તમે તપસ્વી છો અથવા શું તમે યતિ કે ગ્રહગૃહિત છો? કે વિકલ્પે જૂઓના સ્થાન દાતા છો?
સત્તટ્ઠ પયાઈં૦ પ્રત્યત્ન વિશેષાર્થે ઉંટની જેમ પ્રહાર કરવા, સીઉસિણં તેયલેસ્સં - પોતે કરેલી ઉષ્ણ તેજોલેશ્યા. સે ગયમેયં ભગવંગય-ગયમેયં - હે ભગવન્‌! મેં તે જાણ્યું-સમજી લીધું કે ભગવન્‌! આપની કૃપાથી આ બળ્યો નથી. સંભ્રમાર્થે ગત શબ્દનું પુનઃપુનઃ ઉચ્ચારણ છે અહીં ભગવંતે ગોશાળાનું સંરક્ષણ કર્યુ, તે સરાગત્વ અને સત્ત્વદયાથી છે, જે સુનક્ષત્ર-સર્વાનુભૂતિ મુનિઓનું ન કર્યુ તે વીતરાગત્વથી અને અનુપ જીવકત્વ લબ્ધિ અથવા અવશ્યં ભાવિભાવત્વથી જાણવું.
સંખિતવિઉલ તેયલેસે - સંક્ષિપ્ત અપ્રયોગકાળમાં અને વિપુલ-પ્રયોગકાળમાં તેજોલેશ્યા લબ્ધિ વિશેષ. સનહાએ - નખ સહિત અર્થાત્‌ જે મુઠ્ઠી બંધ કરાતા આંગળીના નખ અંગુઠા નીચે રહે કુમ્માસપિંડિયાએ - કુલ્માષ એટલે અડધા પક્વ મગ આદિ કે અડદ, વિયડાસએણ - વિકટ એટલે જળ, તેનો આશય કે આશ્રય-સ્થાન. તેને વૃદ્ધો ચુલ્લુભર (કોળીયા જેટલું) કહે છે - X - X -
વણસ્સઈકાઈયાઓ પઉટ્ટપરિહાર - પરિવૃત્ત્ય એટલે મરી મરીને તે જ વનસ્પતિશરીરનો પરિભોગ, તેમાં જ ઉત્પાદ. ખુડ્ડઈ - તોડે છે, પઉટ્ટ - પરિવર્તવાદ, - X - X - જહા સિવે - શિવરાજર્ષિ ચરિત્ર મુજબ. એવં વાવિ - પ્રજ્ઞાપકને જણાવતું ઉપચિહ્ન.

Linked texts (1)