Pramāṇa · Search · About · API

Viyahapannatti 973

Viyāhapannatti: ṭīkānusārī vivecana 973

Language
Gujarati

973

‘ભગવતી’ સૂત્ર-૬૪૫ થી ૬૪૭ :– [૧૫/–/૬૪૫ થી ૬૪૭]
[૬૪૫] તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્‌ મહાવીરના શિષ્ય, આનંદ નામે સ્થવિર, જે પ્રકૃત્તિભદ્રક યાવત્‌ વિનીત હતા, નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપોકર્મ વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે આનંદ સ્થવિર છઠ્ઠ તપના પારણે પ્રથમ પોરિસિમાં જેમ ગૌતમસ્વામીમાં કહેલું તેમ પૂછે છે, તે રીતે યાવત્‌ ઉચ્ચ-નીચ-મધ્યમ યાવત્‌ (ગૃહોમાં) ભ્રમણ કરતાં હાલાહલા કુંભારણની કુંભારાપણની નજીકથી પસાર થયા.
ત્યારે તે ગોશાલક મંખલિપુત્રએ આનંદ સ્થવિરને હાલાહલા કુંભારણની કુંભારાપણની નીકટથી પસાર થતાં જોયા. જોઈને આમ કહ્યું – હે આનંદ! અહીં આવ, એક મોટું દૃષ્ટાંત સાંભળ.
ત્યારે તે આનંદ સ્થવિર ગોશાળાએ આમ કહ્યું ત્યારે હાલાહલા કુંભારણની કુંભારાપણમાં જ્યાં ગોશાળો હતો ત્યાં આવ્યા. ત્યારે તે ગોશાલકે આનંદ સ્થવિરને કહ્યું – હે આનંદ! એ પ્રમાણે આજણી ઘણાં વર્ષો પૂર્વે કેટલાંક ઉચ્ચ-નીચ વણિકો અર્થીઅર્થી, અર્થલુબ્ધ, અર્થગવેષી, અર્થકાંક્ષિત, અર્થપિપાસુ, અર્થની ગવેષણાર્થે વિવિધ વિપુલ કરિયાણાના વાસણાદિના ગાડા-ગાડી ભરીને અને ઘણું જ ભોજન-પાનનું પાથેય લઈને એક મહાન્‌ અગામિક, અનૌઘિક, છિન્નાપાત, લાંબા માર્ગવાળી અટવીમાં પ્રવેશ્યા.
ત્યારે તે વણિકોએ, તે અકામિત, અનૌઘિક, છિન્નાપાત દીર્ઘ માર્ગવાળી અટવીના કોઈ દેશમાં પહોંચીને તે પૂર્વગૃહિત પાણી અનુક્રમે પીતા-પીતા તે પાણી પુરુ થઈ ગયું ત્યારે તે વણિકો, પાણી ખલાસ થઈ જવાથી તૃષાથી પરાભૂત થઈને પરસ્પર બોલાવીને, એકબીજાને કહ્યું –
હે દેવાનુપ્રિયો! આ પ્રમાણે આપણે આ અગ્રામિક યાવત્‌ અટવીમાં કોઈ દેશ ભાગમાં પહોંચતા જ તે પૂર્વગૃહિત ઉદક અનુક્રમે પીવાતા-પીવાતા ખલાસ થઈ ગયેલ છે. તો હે દેવાનુપ્રિયો! આપણા માટે એ શ્રેયસ્કર છે કે આપણે આ અગ્રામિક યાવત્‌ અટવીમાં ચોતરફ પાણીની માર્ગણા-ગવેષણા કરીએ. એમ વિચારી પરસ્પર પાસે આ કથનનો સ્વીકાર કર્યો.
ત્યારપછી તે અગ્રામિક યાવત્‌ અટવીમાં ચોતરફ પાણીની માર્ગણા ગવેષણા કરે છે. ચોતરફ પાણીની માર્ગણા ગવેષણા કરતાં એક મોટા વનખંડમાં પહોંચ્યા, જે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્‌ પ્રસન્નતાદાયક અને પ્રાસાદીય યાવત્‌ પ્રતિરૂપ હતું. તે વનખંડના બહુમધ્ય દેશભાગમાં એક મોટો રાફડો જોયો. તે રાફડાના ચાર ઉંચે ઉઠેલા, સિંહની કેશરા સમાન ચાર શરીર હતા. તીર્છા ફેલાયેલા હતા. નીચે અર્દ્ધસર્પાકારે, અર્ધસર્પ સંસ્થાન સંસ્થિત પ્રાસાદીય યાવત્‌ પ્રતિરૂપ હતા.
ત્યારે તે વણિકો હર્ષિત, સંતુષ્ટ૦ થઈને એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! આપણે આ અગ્રામિક યાવત્‌ અટવીમાં ચોતરફ માર્ગણા-ગવેષણા કરતાં આ વનખંડ જોયું જે કૃષ્ણ યાવત્‌ કૃષ્ણાવભાસ છે, આ વનખંડના બહુમધ્ય દેશભાગમાં આ રાફડો જોયો, આ રાફડાના અતિ ઉંચા યાવત્‌ પ્રતિરૂપ ચાર શરીરાકાર છે. તો હે દેવાનુપ્રિયો! એ શ્રેયસ્કર છે કે આપણે આ રાફડાના પહેલાં શિખરને ભેદીએ. અહીં ઘણું ઉદાર શ્રેષ્ઠ પાણી મળશે. ત્યારે તે વણિકોએ પરસ્પર આ કથન સ્વીકાર્યુ, પછી તે રાફડાનું પહેલું શિખર ભેદ્યુ. તેઓએ ત્યાં સ્વચ્છ, પથ્ય, ઉત્તમ, હલકું, સ્ફટિકવર્ણી ઉદાર શ્રેષ્ઠ જળને જોયું. ત્યારે તે વણિકો હૃષ્ટ-તુષ્ટ૦ થઈને તે પાણી પીધું, પોતાના વાહનોને પાયું, વાસણો ભર્યા.
ફરી વખત તેઓએ એકબીજાને આમ કહ્યું – એ રીતે હે દેવાનુપ્રિયો! આપણે આ રાફડાના પહેલાં શીખરને ભેદતા ઉદાર, શ્રેષ્ઠ જળ મેળવ્યું. હે દેવાનુપ્રિયો! આપણે માટે શ્રેયસ્કર છે કે આ રાફડાના બીજા શીખરને પણ ભેદીએ. તેનાથી આપણને પર્યાપ્ત ઉત્તમ સુવર્ણરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકો એકબીજાની પાસે આ કથનને સાંભળીને, તે રાફડાનું બીજું શિખર ભેદ્યુ, તેઓએ ત્યાં સ્વચ્છ, જાત્ય, તપનીય, મહાર્થ, મહાર્ઘ, મહાર્હ, ઉદાર, શ્રેષ્ઠ સુવર્ણ પ્રાપ્ત કર્યુ. ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને ભાજનો ભર્યા, ભરીને વાહનોને પણ ભરી લીધાં.
ત્રીજી વખત પણ એકબીજાને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! આપણે આ રાફડાનું પહેલું શિખર ભેદ્યુ અને ઉદાર શ્રેષ્ઠ જળ મળ્યું. બીજા શિખરને ભેદ્યુ અને ઉદાર શ્રેષ્ઠ સુવર્ણ મળ્યું. હે દેવાનુપ્રિયો! એ શ્રેયસ્કર છે કે આપણે આ રાફડાનું ત્રીજું શિખર પણ ભેદીએ. એમાંથી આપણને ઉદાર મણિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકોએ એકબીજા પાસે આ કથનને સ્વીકાર્યુ, સ્વીકારીને તે રાફડાનું ત્રીજું શિખર પણ ભેદ્યુ, તેમાંથી વિમલ, નિર્મલ, અતિ ગોળ, નિષ્કલ, મહાર્થ, મહાર્ઘ, મહાર્હ, ઉદાર મણિરત્નો પ્રાપ્ત કર્યા. ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને વાસણો અને પ્રવહણ ભરી લીધાં.
ચોથી વખત એકબીજાને બોલાવીને કહ્યું – દેવાનુપ્રિયો! આપણે આ રીતે આ રાફડાનું પહેલું શિખર ભેદીને ઉદાર શ્રેષ્ઠ જળ મેળવ્યું, બીજા શિખરને ભેદીને ઉદાર સુવર્ણ રત્ન મેળવ્યું, ત્રીજું શિખર ભેદીને ઉદાર મણિરત્ન મેળવ્યું, આપણે શ્રેયસ્કર છે કે આ રાફડાનું ચોથું શિખર ભેદીને ઉત્તમ, મહાર્ઘ, મહાર્હ ઉદાર વજ્રરત્ન મેળવીશું.
ત્યારે તે વણિકોમાંનો એક વણિક, જે હિતકામી, સુખકામી, પથ્યકામી, અનુકંપક, નિઃશ્રેયસિક, હિતસુખનિઃશ્રેયસકામી હતો, તે વણિકે આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! આપણે આ રાફડાના પહેલા શિખરને ભેદીને ઉદાર, શ્રેષ્ઠ જળ યાવત્‌ ત્રીજા શિખરને ભેદીને ઉદાર મણિરત્નો પ્રાપ્ત કર્યા. હવે બસ કરો. આપણે માટે આટલું પર્યાપ્ત છે, આ ચોથા શિખરને ન ભેદો, ચોથું શિખર આપણે ઉપસર્ગ કરનારું થશે.
ત્યારે તે વણિકોએ તે હિતકામી, સુખકામી યાવત્‌ હિતસુખ નિઃશ્રેયસકામી વણિકને આમ કહેતા યાવત્‌ પ્રરૂપતા, તે અર્થની શ્રદ્ધા યાવત્‌ રુચિ ન કરી, આ કથનની અશ્રદ્ધા યાવત્‌ અરુચિ કરી રાફડાનું ચોથું શિખર ભેદ્યુ.
તેમાંથી ત્યાં ઉગ્રવિષ, ચંડવિષ, ઘોરવિષ, મહાવિષ, અતિકાય, મહાકાય, મસિ અને મૂષા સમાન કાળો, વિષ-રોષ પૂર્ણ નયનવાળો, અંજનપુંજ સમાન કાંતિવાળો, લાલ આંખોવાળો, ચંચળ-ચાલતી-યમલયુગલ જીભવાળો, પૃથ્વીતલની વેણી સમાન, ઉત્કટ-સ્ફૂટ -કુટિલ-જટિલ-કર્કશ-વિકટ-ફટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણ સમાન ધમધમતો - અનાકલિત્ત પ્રચંડ તીવ્ર રોષવાળો-સમુખી-ત્વરિત-ચપળ-ધમધમ કરતો દૃષ્ટિવિષ સર્પ સંઘટ્ટિત થયો. ત્યારે તે દૃષ્ટિવિષ સર્પ, તે વણિકોથી સંઘટ્ટન પામતા અતિ ક્રોધિત થયો યાવત્‌ મિસમિસાટ કરતો ધીમે ધીમે ઉઠ્યો, ઉઠીને સરસર કરતો રાફડાના શિખરતલે ચડ્યો, ચડીને સૂર્યને એકીટસે જોયો. જોઈને તે વણિકોને અનિમેષ દૃષ્ટિએ ચોતરફ જોયા. ત્યારે તે વણિકો, તે દૃષ્ટિવિષ સર્પ વડે અનિમેષ દૃષ્ટિએ ચોતરફથી સારી રીતે અવલોકાતા (જોવાતા) શીઘ્ર જ ભાંડ-માત્ર-ઉપકરણ સમેત એક જ પ્રહારથી કૂટાઘાત સમાન ભસ્મરાશિ થઈ ગયા.
તેમાં જે વણિક તે વણિકોનો હિતકામક યાવત્‌ હિત-સુખ-નિઃશ્રેયસકામક હતો, તેની અનુકંપાથી દેવતાએ ભાંડ-માત્ર-ઉપકરણ સહિત તેને તેના પોતાના નગરમાં પહોંચાડી દીધો.
એ પ્રમાણે હે આનંદ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર, ઉદારપર્યાય પ્રાપ્ત કરેલ છે. ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોકને દેવ-મનુષ્ય-અસુર સહિતના લોકમાં પુરાય છે, ગુંજે છે, સત્વાય છે કે ‘આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર છે.’ પણ જો મારા વિષયમાં આજ પછી કાંઈપણ કહેશે, તો જેમ તે રાફડાના સર્પે પોતાના તપ, તેજથી એક જ પ્રહારમાં-કૂટાઘાતથી તે વણિકોને બાળીને રાખ કરી દીધા, તેમ હું પણ તેમને બાળીને રાખ કરી દઈશ, પરંતુ હે આનંદ! જેમ તે વણિક, તે વણિકોનો હિતકામક યાવત્‌ નિઃશ્રેયસ કામક હતો, તેને અનુકંપાથી દેવતાએ ભાંડ-માત્ર-ઉપકરણ સહિત યાવત્‌ નગરમાં પહોંચાડ્યો. તેમ હું પણ તારું સંરક્ષણ અને સંગોપન કરીશ. તેથી હે આનંદ! તું જા અને તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કર.
ત્યારે તે આનંદ સ્થવિર ગોશાલક પાસે આ વાત સાંભળીને ભયભીત થયો યાવત્‌ સંજાતભય, ગોશાળા પાસેથી હાલાહલ કુંભારણની કુંભકારાપણથી નીકળ્યો, નીકળીને શીઘ્ર, ત્વરિત શ્રાવસ્તી નગરીની મધ્યેથી નીકળ્યો, નીકળીને જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું –
હે ભગવન્‌! એ પ્રમાણે છઠ્ઠ તપના પારણે આપની અનુજ્ઞા પામીને શ્રાવસ્તી નગરીના ઉચ્ચ-નીચ યાવત્‌ ભ્રમણ કરતાં હાલાહલા કુંભારણ યાવત્‌ પસાર થતો હતો ત્યારે ગોશાલકે મને હાલાહલા સમીપે યાવત્‌ જોયો, જોઈને કહ્યું કે – હે આણંદ! અહીં આવ. એક મોટું દૃષ્ટાંત સાંભળ. ત્યારે હું ગોશાળાએ બોલાવતા હાલાહલા કુંભારણની કુંભારાપણમાં ગોશાળા પાસે ગયો. ત્યારે તે ગોશાળાએ મને આમ કહ્યું – હે આણંદ! ઘણાં કાળ પૂર્વે કેટલાંક ઉચ્ચનીય વણિકો હતા. ઈત્યાદિ પૂર્વવત્‌ બધું કહેવું.
[૬૪૬] હે ભગવન્‌! તો શું ગોશાલક પોતાના તપતેજથી એક પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરવા સમર્થ છે? ભગવન્‌! ગોશાળાનો આ વિષયમાત્ર છે કે તે આવું કરવાને સમર્થ પણ છે?
હે આનંદ! ગોશાળો યાવત્‌ તેમ કરવા સમર્થ છે. - X - X - પણ અરહંત ભગવંતને તેમ ન કરી શકે. પરંતુ તેમને ઉપતાપ કરી શકે. હે આનંદ! ગોશાળાનું જેટલું તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ઠતર તપ-તેજ અનગાર ભગવંતોનું છે, પણ અણગાર ભગવંતો ક્ષાંતિક્ષમ હોય છે.
હે આનંદ! જેટલું અણગાર ભગવંતનું તપ તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ સ્થવિર ભગવંતોનું છે, પણ સ્થવિરો ક્ષાંતિક્ષમ હોય છે. હે આણંદ સ્થવિરોનું જે તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ અરહંત ભગવંતોનું છે, પરંતુ તેઓ ક્ષાંતિક્ષમ છે.
હે આનંદ! તેથી ગોશાળો પોતાના તપ-તેજ દ્વારા યાવત્‌ ભસ્મ કરવામાં સમર્થ છે. હે આનંદ! આ તેનો વિષય છે, અને તેમ કરવાને સમર્થ પણ છે. પણ અરિહંત ભગવંતને નહીં, હા, તેમને પરિતાપિત તો કરી શકે છે.
[૬૪૭] હે આનંદ! તું જા, ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થોને આ વાત કહે–હે આર્યો! તમારાથી કોઈએ ગોશાલક મંખલિપુત્રને ધાર્મિક પ્રતિપ્રેરણાથી પ્રતિપ્રેરણા ન કરવી. ધાર્મિક પ્રતિસારણાથી પ્રતિસારણા ન કરવી, ધાર્મિક પ્રત્યુપચારથી પ્રત્યુપચાર ન કરે. કેમકે ગોશાલકે શ્રમણ નિર્ગ્રન્થો પ્રતિવિશેષ મિથ્યાત્વભાવ ધારણ કરેલ છે
ત્યારે તે આનંદ સ્થવિર, શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ભગવંતને વંદન-નમસ્કાર કરી, ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થો પાસે આવ્યા, આવીને તેઓને આમંત્ર્યા, આમંત્રીને કહ્યું કે – હે આર્યો! છઠ્ઠના પારણે ભગવંતની અનુજ્ઞા પામીને શ્રાવસ્તી નગરીના ઉચ્ચ-નીચ આદિ બધું પૂર્વવત્‌ કહેવું યાવત્‌ જ્ઞાતપુત્રે આ કથન કરેલ છે, તમારામાંથી કોઈએ હે યાવત્‌ તે મિથ્યાત્વી થયો છે.

Linked texts (1)