Pramāṇa · Search · About · API

Viyahapannatti 974

Viyāhapannatti: ṭīkānusārī vivecana 974

Language
Gujarati

974

વિવેચન :–૬૪૫ થી ૬૪૭
ઉવમિય - વિશિષ્ટ દૃષ્ટાંત, ચિરાતીતાએ - દીર્ઘ અતીત કાળમાં, ઉચ્ચાવય - ઉત્તમ, અનુત્તમ. અત્થત્થિ - દ્રવ્ય પ્રયોજન. અત્થલુદ્ધ - દ્રવ્ય લાલસા, તેથી જ અર્થની ગવેષણા કરતા, પ્રાપ્ત થવા છતાં ધનની ઈચ્છા નષ્ટ ન થઈ હોય, અપ્રાપ્ત અર્થ-વિષયમાં સંજાત તૃષ્ણા. પણિયભંડ - વ્યવહારને અર્થે ભાંડ કે કરિયાણારૂપ ભાંડ, પણ ભાજન નહીં તે. સગડીસાગડ - ગાડી-ગાડાંનો સમૂહ. ભત્ત પાણપત્થયણં - ભક્ત, પાન રૂપ જે ભાથું કે પાથેય. અગામિય - અગ્રામિક કે અકામિક - અભિલાષ ન કરવાના વિષયરૂપ. અણોહિય - અવિદ્યમાન અગાધ જળપ્રવાહ. છિન્નાવાય - આવાગમન રહિત, દીહમદ્ધ - લાંબો માર્ગ કે કાળવાળી.
કૃષ્ણ, કૃષ્ણાવભાસ. અહીં યાવત્‌ કરણથી નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ આદિ. વમ્મીય - વલ્મીક, રાફડો. વપ્પુઓ - શરીર, શિખર. અબ્ભુગ્ગયાઓ - અભ્યુદ્ગત, ઉચ્ચ. અભિનિસઢા - અભિવિધિથી નિર્ગત સટ-તેના અવયવરૂપ, સિંહની કેશરાવત્‌. અહીં તેનું ઉર્ધ્વગત સ્વરૂપ કહ્યું. હવે તીર્છુ કહે છે – સુસંવૃત્ત, અતિ વિસ્તીર્ણ નહીં. અધો - અર્દ્ધ સર્પરૂપ. જેવું સાપનું પેટ છેદીને પુચ્છથી ઉર્ધ્વીકૃત એવું. - X - X - ઓરાલં ઉદારયણં૦ આદિ-આવી ભૂમિ ગર્તામાં ઉદક હોય છે. રાફડામાં ગર્તા અવશ્ય હોય, શિખર ભેદતા ગર્તા પ્રગટ થશે. તેમાં પાણી હશે. અચ્છ - નિર્મળ, પત્થ - રોગોપશમ હેતુ, જચ્ચ - સંસ્કાર રહિત. - X - જેની સ્ફટિક વર્ણ આભા છે, તેવું તેથી જ પ્રધાન અને ઉત્કૃષ્ટત્વથી ઉદકરત્ન જેવું. - બળદો આદિ. - X -
અચ્છ - નિર્મળ, જચ્ચ - અકૃત્રિમ, તપનીય, મહાપ્રયોજન, મહામૂલ્ય, મહતાને યોગ્ય, આવનારા મળથી રહિત, સ્વાભાવિક મળ રહિત, અત્યંત ગોળ, ત્રાસાદિરત્ન દોષરહિત, વજ્ર નામે રત્ન.
હિત - અપાય અભાવ, સુખ - આનંદરૂપ, પત્થ - આનંદનું કારણ, આણુકંપિએ - અનુકંપાથી વિચરનાર, નિસ્સેયસિએ - જે મોક્ષને ઈચ્છે છે, આ બધાંને સાથે ગુણરૂપ કહેવા હિતાદિ૦ કહ્યું.
હવે બહું થયું, અલં શબ્દ પર્યાપ્ત અર્થમાં છે, આત્યંતિક પ્રતિષેધ બતાવવા આ શબ્દ છે. - X - (તે સર્પ કેવો છે?) દુર્જર વિષવાળો, જોતાની સાથે મનુષ્યકાયા બળવા લાગે તેવું વિષ, પરંપરાએ હજાર પુરુષને હણવામાં સમર્થ વિષ, જંબૂદ્વીપ પ્રમાણ દેહમાં વ્યાપવા સમર્થ વિષ - - અતિકાયોમાં પણ અતિકાય-મહાકાય. કાજળ અને સોનાને તપાવવાના વાસણ વિશેષની જેમ કાળો. દૃષ્ટિવિષ અને રોષથી પૂર્ણ, અંજન પુંજના સમૂહ જેવી દીપ્તિવાળો, - X - લાલ આંખોવાળો, અતિ ચપળ, લપલપાય થતી બે જીભવાળો. ધરણિતલની વેણી-કેશબંધ વિશેષ માફક કેમકે કાળો-લાંબો-શ્લક્ષ્ણાદિ સાધર્મ્ય છે બીજા વડે અધ્વંસનીય હોવાથી ઉત્કટ, વ્યક્ત, સ્વરૂપથી વક્ર, જટિલ, - X - બળવાનપણાથી નિષ્ઠુર, વીસ્તીર્ણ, ફણાનો આરંભ કરવામાં દક્ષ. લોઢાની જેમ ધમાતો - અગ્નિ વડે તપાવાયેલ, ધમધમતો - X - અનિવારિત કે અનાકલિત અપ્રમેય ચંડ તીવ્ર રોષવાળો - X - કૂતરાની જેમ ભસતો હોય તેવો, અતિ ચપળ - X - તે સર્પ હતો.
સર્પની ગતિ દર્શાવતા કહે છે – સરસર સરકતો, તે સૂર્યને જુએ છે, જેથી દૃષ્ટિવિષ તીક્ષ્ણ બને. - X - એક જ પ્રહારમાં જેમાં ભસ્મીકરણ કરી શકે તેવો, પાષાણમય મારણ મહાયંત્રની જેમ હણતો. - X - પર્યાય એટલે અવસ્થા. કીર્તિ-સર્વ દિશાવ્યાપી સાધુવાદ, વર્ણ-એક દિશા વ્યાપી, શબ્દ-અર્ધ દિશાવ્યાપી, શ્લોક-પ્રશંસા. - X - પુવ્વંતિ - જતાં, ગુવંતિ - વ્યાકુલ થાય, થુવંતિ - અભિનંદે છે. - X - X - તવેણં તેએણં - તપોજન્ય તેજ, તે તેજોલેશ્યા વડે. - દાહના ભયથી રક્ષણ કરીશ, ક્ષેમ સ્થાન પ્રાપ્તિ વડે સંગોપીશ.

Linked texts (1)