Viyahapannatti 975
Viyāhapannatti: ṭīkānusārī vivecana 975
- Language
- Gujarati
975
‘ભગવતી’ સૂત્ર-૬૪૮ :– [૧૫/–/૬૪૮]
જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થને આ વાત કહેતા હતા, તેટલામાં તે ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળીને, આજીવિક સંઘથી પરિવરીને મહારોષને ધારણ કરેલો શીઘ્ર, ત્વરિત યાવત્ શ્રાવસ્તી નગરીની મધ્યેથી નીકળ્યો. નીકળીને કોષ્ઠક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યો, આવીને ભગવંતની સમીપે ઊભો રહ્યો, ભગવંતને આમ કહ્યું –
હે આયુષ્યમાન્ કાશ્યપ! મારે માટે સારું કહો છો! - X - મારે વિશે કહો છો કે ગોશાલક મારો ધર્મશિષ્ય છે - X - જે મંખલિપુત્ર તમારો ધર્મશિષ્ય હતો તે શુક્લ, શુક્લાભિજાત્ય થઈને કાળમાસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે.
હું ઉદાયી નામે કોંડિન્યાયન ગોત્રીય છું, મેં ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કર્યો. કરીને ગોશાલક મંખલિપુત્રના શરીરમાં પ્રવેશ કર્યો છે. મેં આ સાતમો પ્રવૃત્ત પરિહાર કરેલ છે.
હે આયુષ્યમન્ કાશ્યપ! અમારા સિદ્ધાંતની મુજબ જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે બધાં ૮૪ લાખ મહાકલ્પ, સાત દિવ્ય, સાથ સંયૂથ, સાત સંનિગર્ભ, સાત પ્રવૃત્ત પરિહાર અને ૫૬૦૬૦૩ કર્મોને ભેદીને અનુક્રમે ક્ષય કરીને પછી સિદ્ધ-બુદ્ધ-પરિનિવૃત્ત થઈને બધાં દુઃખોનો અંત કર્યો છે - કરે છે અને કરશે.
જેમ ગંગા મહાનદી જ્યાંથી નીકળી છે અને જ્યાં સમાપ્ત થાય છે, તેનો માર્ગ ૫૦૦ યોજન લાંબો અને અડધો યોજન પહોળો છે, ઉંડાઈ ૫૦૦ ધનુષ્ છે. આ ગંગાના પ્રમાણવાળી સાત ગંગા મળીને એક મહાગંગા થાય છે. સાત મહાગંગા મળીને એક સાદીનગંગા છે. સાત સાદીનગંગા મળીને એક મૃતગંગા થાય છે, સાત મૃતગંગાની એક લોહિતગંગા, સાત લોહિતગંગા મળીને એક અવંતીગંગા, સાત અવંતીગંગા મળીને એક પરમાવતી, એ પ્રમાણે સપૂર્વાપર મળીને ૧૧૭૬૪૯ થાય છે. - X -
તેનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે – સૂક્ષ્મ અને બાદર બોંદિ ક્લેવર. તેમાં સૂક્ષ્મ બોંદિ ક્લેવર ઉદ્ધાર સ્થાપ્ય છે. તેમાં બાદર બોંદિ ક્લેવર ઉદ્ધારમાં, સો-સો વર્ષે એક એક ગંગા વાલુકણ કાઢવામાં જેટલો સમય કાળમાં તે કોઠા ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે એક સરપ્રમાણ છે, આ સરપ્રમાણથી ત્રણ લાખ શર પ્રમાણ કાળથી એક મહાકલ્પ થાય, ૮૪ લાખ મહાકલ્પોનો એક મહામાનસ થાય છે.
અનંત સંયૂથથી જીવ ચ્યવીને સંયૂથ દેવભવમાં ઉપરના માનસમાં સંયૂથ દેવ ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે, વિચરીને તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર ચ્યવીને પ્રથમ સંજ્ઞીગર્ભમાં જીવરૂપે ઉપજે છે.
ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મધ્યમ માનસ સંયૂથ દેવમાં ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને યાવત્ વિચરીને. તે દેવલોકથી આયુ આદિ ક્ષય થતાં યાવત્ ચ્યવીને બીજા સંજ્ઞી ગર્ભમાં ઉપજે છે.
તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને હેઠ્ઠિલ્લ માણસ સંયૂથ દેવપણે ઉપજે છે, તે ત્યાં દિવ્યભોગ ભોગવી યાવત્ ચ્યવીને ત્રીજા સંજ્ઞીગર્ભમાં જીવરૂપે ઉત્પન્ન થાય છે.
તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને ઉપરના માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને ચોથા સંજ્ઞી ગર્ભ જીવમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મધ્યમ માનુષોત્તરમાં સંયૂથદેવરૂપે ઉપજે છે, તે ત્યાં દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને પાંચમાં સંજ્ઞીગર્ભમાં જીવ રૂપે જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને હેઠ્ઠિલ્લ માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને છઠ્ઠા સંજ્ઞીગર્ભ જીવમાં જન્મે છે.
તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને બ્રહ્મલોક નામે કલ્પે દેવરૂપે ઉપજે છે. તે કલ્પ પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. જેમ સ્થાન પદમાં યાવત્ પાંચ અવતંસક કહ્યા છે. તે આ-અશોકાવતંસક યાવત્ પ્રતિરૂપ છે. તે ત્યાં દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દશ સાગરોપમ દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને સાતમાં સંજ્ઞીગર્ભજીવ રૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં નવ માસ બહુપ્રતિપૂર્ણ અને સાત રાતદિવસ યાવત્ વીત્યા પછી સુકુમાલ, ભદ્રલક, મૃદુ, કુંડલ કુંચિત કેશવાળા, મૃષ્ટ ગંડસ્થલકર્ણ પીઠક, દેવકુમાર સમ બાળકને જન્મ આપ્યો.
હે કાશ્યપ! તે બાળક હું છું, તે પછી મેં, હે આયુષ્યમાન્ કાશ્યપ! કુમારાવસ્થામાં લીધે પ્રવ્રજ્યાથી, કુમારાવસ્થામાં બ્રહ્મચર્યવાસથી અવિદ્ધકર્ણ હતો, મને પ્રવ્રજ્યા લેવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ. પછી મેં સાત પરિવૃત્ત પરિહારમાં સંચાર કર્યો. જે આ – એણેયક, મલ્લરામક, મલ્લમંડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુત્ર અર્જુન, ગોશાલક.
તેમાં જે પહેલો પ્રવૃત્ત પરિહાર, તે રાજગૃહ નગરની બહાર મંડિક કુક્ષિ ચૈત્યમાં કૌંડિયાયણ ગોત્રીય ઉદાયીના શરીરનો ત્યાગ કરીને એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં ૨૨ વર્ષે પહેલો પરિહાર કર્યો.
તેમાં જે બીજો પ્રવૃત્ત પરિહાર, તે ઉદ્દંડપુર નગરની બહાર ચંદ્રાવતરણ ચૈત્યમાં એણેયકનું શરીર છોડીને મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં ૨૧ વર્ષ રહી બીજો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે ત્રીજો પ્રવૃત્ત પરિહાર, તે ચંપાનગરી બહાર અંગમંદિર ચૈત્યમાં મલ્લરામનું શરીર છોડીને મંડિતના શરીરમાં પ્રવેશ કર્યો. મલ્લમંડિતના શરીરમાં ૨૦ વર્ષ રહી, ત્રીજો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે ચોથો પ્રવૃત્ત પરિહાર, તે વારાણસી નગરી બહાર કામ મહાવન ચૈત્યમાં મંડિતનું શરીર છોડીને રોહના શરીરમાં પ્રવેશ કર્યો. રોહમાં ૧૯ વર્ષ રહી, ચોથો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે પાંચમો પ્રવૃત્ત પરિહાર, તે આલભિકા નગરી બહાર પ્રાપ્ત કાલક ચૈત્યમાં રોહનું શરીર છોડીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. ભારદ્વાજના શરીરમાં ૧૮ વર્ષ રહી, પાંચમો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે છઠ્ઠો પ્રવૃત્ત પરિહાર, તે વૈશલી નગરીની બહાર કોંડિયાયન ચૈત્યમાં ભારદ્વાજનું શરીર છોડીને ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં ૧૭ વર્ષ રહી, છઠ્ઠો પ્રવૃત્ત પરિહાર પરિહર્યો.
તેમાં જે સાતમો પ્રવૃત્ત પરિહાર, તે અહીં જ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં ગૌતમપુત્ર અર્જુનના શરીરને છોડીને ગોશાલક મંખલિપુત્રના શરીરને પર્યાપ્ત, સ્થિર, ધ્રુવ, ધારણીય, શીત, સહ, ઉષ્ણસહ, વિવિધ દંશમશક પરિષહોપસર્ગ સહ, સ્થિર સંઘયણ જાણીને તેમાં પ્રવેશ કર્યો. તેમાં ૧૬ વર્ષથી આ સાતમો પ્રવૃત્ત પરિહાર છે.
આ પ્રમાણે હે આયુષ્યમાન્ કાશ્યપ! આ ૧૩૩ વર્ષોમાં મારા આ સાત પ્રવૃત્ત પરિહાર થયા છે, એમ મેં કહેલ. તે હે આયુષ્યમાન્ કાશ્યપ! તમે ઠીક કહો છો કે મંખલિપુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે. તે તમે ઠીક જ કહ્યું છે કે મંખલિપુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit