Pramāṇa · Search · About · API

Viyahapannatti 976

Viyāhapannatti: ṭīkānusārī vivecana 976

Language
Gujarati

976

વિવેચન :–૬૪૮
પભુ - ગોશાળો ભસ્મરાશિ કરવા સમર્થ છે? તે એક પ્રશ્ન છે. સામર્થ્ય બીજી રીતે - વિષયમાત્ર અપેક્ષાએ તેમ હોવું. - X - X - પારિતાવણિય - પારિતાપનિકી ક્રિયા કરવા. અણગાર - સામાન્ય સાધુ, ખંતિક્ખમ - ક્ષાંતિ વડે, ક્રોધ નિગ્રહથી ખમવું. થેર - વય, શ્રુત, પર્યાય સ્થવિર. પડિચોયણા - તેના મતથી પ્રતિકૂળ કર્તવ્ય પ્રોત્સાહન. પડિસાહરણા - તેના મતને પ્રતિકૂળ વિસ્મૃત અર્થને યાદ કરાવવો. - X - પડોયાર - પ્રત્યુપચાર કે પ્રત્યુપકાર. - X - મિચ્છં - મિથ્યાત્વ કે મ્લેચ્છત્વ, અનાર્યત્વ સુટ્ઠુ - ઉપાલંભ વચન, આઉસો - આયુષ્યમાન્‌, ચિરપ્રશસ્તજીવિત. કાસવ - કાશ્યપગોત્રીય. પઉટ્ટપરિહાર - શરીરાંતર પ્રવેશ.
ગોશાળાના સિદ્ધાંતના અર્થ વૃદ્ધોએ કહેલ નથી, પરંતુ ચૂર્ણિકાર કહે છે – તે સંદિગ્ધ છે, તેથી સિદ્ધાંતથી લખી શકાય નહીં. તો પણ શબ્દાનુસાર કંઈક કહીએ છીએ – ૮૪ લાખ મહાકલ્પ, તેમાં કલ્પ - કાળ વિશેષ, તે લોકપ્રસિદ્ધ પણ હોય, તેના વિચ્છેદ માટે મહાકલ્પ કહ્યું તેનું સ્વરૂપ આ રીતે – સાત દેવભવ, સાત સંયૂથનિકાય વિશેષ, સાત મનુષ્યગર્ભમાં વાસ, તેમના મતે મોક્ષગામીના સાત સાંતર થાય છે, આવું તે સ્વયં જ કહે છે. સાત શરીરાંતર પ્રવેશ. આ સાતમા સંજ્ઞીગર્ભ પછી ક્રમથી જાણવા. કર્મવિષયમાં પાંચ લાખ, ત્રણ કર્મ ભેદો, ખપાવીને. તે મહાકલ્પનું પ્રમાણ કહે છે - X - તેમાં જઈને સમસ્તપણે સમાપ્ત થાય.
આ ગંગાનો માર્ગ. ગંગાનો માર્ગ અભેદ ગંગા પ્રમાણથી કહ્યો. ગંગાદિ વડે જે મહાગંગાદિ કહ્યા તે સપૂર્વાપર જાણવું. તે ગંગાદિના ગંગામાં રહેલ વાલુકાકણાદિના બે ઉદ્ધાર કહ્યા. અસંખ્યાત ખંડીકૃત્‌ વાલુકા કણરૂપ ઉદ્ધાર તે સૂક્ષ્મબોંદિ કલેવર. બાદર આકાર વાલુકાકણરૂપ તે બાદર બોંદિકલેવર, તેમાં આ બીજા ભેદની વ્યાખ્યા કરી છે.
અવહાય - છોડીને, કોટ્ઠ - ગંગા સમુદાયરૂપ, ખીણ - ક્ષીણ, તે અવશેષના સદ્ભાવમાં કહેવાયા છે. નીરએ - તે ભૂમિગત રજના અભાવે પણ કહેવાય. તેથી કહે છે – નિર્લેપ. ભૂમિના ભેદનથી સંશ્લિષ્ટ રેતીના અભાવે, નિષ્ઠિત - નિરયવયી કરાયેલ. - - તેટલો કાળખંડ ‘સર’ સંજ્ઞ થાય છે. ‘સર’ એ જ ઉક્ત લક્ષણ પ્રમાણ છે - X - એ રીતે ૮૪ લાખ મહાકલ્પ પ્રરૂપ્યો.
હવે સાત દિવ્યાદિની પ્રરૂપણા - અનંતજીવ સમુદાયરૂપ નિકાય તે અનંત સંયૂથ. ચયં૦ ચ્યવન કરીને અથવા દેહને ત્યજીને. ઉવરિલ્લ - ઉપરિતન, મધ્યમ, અધસ્તન માનસનો સદ્ભાવ છે, તેથી બીજાનો છેદ કરવા ‘ઉપરિતન’ કહ્યું - X - સંજૂહ - નિકાય વિશેષ દેવમાં, પહેલો દિવ્યભવ સંજ્ઞી ગર્ભ સંખ્યા સૂત્રોક્ત જ છે. - X
માનસોત્તર - મહામાનસમાં પૂર્વોક્ત મહાકલ્પથી માપેલ આયુષ્ય, જે પૂર્વે કહ્યું – ૮૪ લાખ મહાકલ્પ ખપાવીને, તેને પહેલો મહામાનસ ની અપેક્ષાએ કહેવું. અન્યથા ત્રીજી મહામાનસનાં તે ઘણાં થઈ જશે. આમાં ઉપરિમ આદિ ભેદથી ત્રણમાં, માનુષોત્તર ત્રણમાં સંયૂથ ત્રણ દેવભવ, સાતમો દેવ ભવ બ્રહ્મલોકમાં. તે સંયૂથ દેવ હોતો નથી.
પાઈણપડીણાયએ - આ લંબાઈ, પહોળાઈ સ્થાપના માત્રથી જાણવી, તે પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત હોય છે. જહા ઠાણપદે પ્રજ્ઞાપના સૂત્રનું બીજું પદ, તેમાં કહ્યા મુજબ બ્રહ્મલોકનું સ્વરૂપ કહેવું. અસોગવડેંસએ૦ યાવત્‌ શબ્દથી સપ્તવર્ણ, ચંપક, ચૂત - અવતંસક મધ્યે બ્રહ્મલોકા-વતંસક છે ઈત્યાદિ - X - X - કોમારિયાએ પવજ્જાએ - કુમાર માફક કૌમારી, તે પ્રવ્રજ્યાના વિષયભૂત. અવિદ્ધકન્નએ - અવ્યુત્પન્ન મતિ. - X - અલં થિરં - અત્યંત સ્થિર, કેમકે વિવક્ષિત કાળ સુધી તે અવશ્ય રહે છે. ધુવં - તેના ગુણોના ધ્રુવત્વથી તેથી જ ધારણીય

Linked texts (1)