Viyahapannatti 980
Viyāhapannatti: ṭīkānusārī vivecana 980
- Language
- Gujarati
980
વિવેચન :–૬૫૫ થી ૬૫૭
શાલકોષ્ઠક ચૈત્યનું વર્ણન કરવું, પૃથ્વીશિલાપટ્ટકનું વર્ણન કરવું યાવત્ - X - ઉત્તમ અશોકવૃક્ષની નીચે - X - ઈત્યાદિ.
માલુકા નામે એક અસ્થિક વૃક્ષ વિશેષ, તેનું જે ગહન તે માલુયાકચ્છ. - - શરીર વ્યાપકત્વથી વિપુલ, રોગ-પીડાકારી તે જ આતંક-વ્યાધિ તે રોગાતંક. ઉજ્જવલ - તીવ્ર, યાવત્ શબ્દથી આમ કહેવું – તિઉલ - મનોવચનકાય લક્ષણના અનર્થને માટે જપ કરે છે. પગાઢ - પ્રકર્ષ, કક્કસ - કર્કશદ્રવ્યવત્ અનિષ્ટ, ચંડ - રૌદ્ર, તિવ્વ - સામાન્યથી મરણનો હેતુ, દુક્ખ - દુઃખના હેતુરૂપ, ક્યાંક દુગ્ગ શબ્દ છે - દુર્ગમવત્. દુરહિયાસ - દુરધિસહય, સહેવી અશક્ય. જેને દાહ ઉત્પન્ન થયો છે દાહ વ્યુત્ક્રાંતિક - X - લોહિયવચ્ચાઈં - લોહીના ઝાડા, તે અત્યંત વેદના ઉત્પાદક રોગ થવાથી થાય છે. ચાઉવણ્ણ - બ્રાહ્મણાદિ લોક.
ઝાણંતરિયાએ - એક ધ્યાનની સમાપ્તિ, બીજાનો આરંભ. મણોમાણસિએણ - મનમાં જ, બાહ્ય વચનાદિ વડે અપ્રકાશિત માનસિક દુઃખ, દુવે કવોયા - કબૂતર પક્ષીના વર્ણ સમાન કપોત-કૂષ્માંડ, નાના કપોતક જેવું શરીર-વનસ્પતિદેહ હોવાથી કપોત શરીર અથવા કપોત શરીર માફક ઘૂસરવર્ણ સદૃશ કપોતક ફળ અર્થાત્ કુષ્માંડ ફળ, તે સંસ્કારિત કરેલ. તેમાં ઘણાં પાપપણાથી તેનું પ્રયોજન નથી. - X - મજ્જારકડએ - માર્જાર નામક વાયુ વિશેષના ઉપશમન માટે સંસ્કારેલ તે માર્જારકૃત્ બીજા કહે છે કે માર્જાર-બિડાલ નામે વનસ્પતિ વિશેષ વડે કરાયેલ. તે બીજપૂરક કટાહ એટલે બિજૌરાપાક કહેવાય છે. નિરવદ્ય હોવાથી તે લાવ.
પત્તગ મોએતિ - પાત્રક એટલે પિઠરક, સીક્કા ઉપરથી તેને ઉતાર્યુ. જહા વિજય૦ - આ શતકમાં ‘વિજય’ના વસુધારાદિ યુક્ત વર્ણન છે, તે અહીં કહેવું. બિલમિવ૦ - બિલ એટલે છિદ્ર, તેમાં સર્પ પ્રવેશે, તેમ પોતાને કલ્પીને સિંહ અણગારે લાવેલ આહારને શરીર કોઠામાં નાંખે છે. હઠ્ઠ - નિર્વ્યાધિ, અરોગ - પીડારહિત, તુષ્ટ - સંતુષ્ટ, હૃષ્ટ - વિસ્મીત. - X -
ભારગ્ગસો - ભાર પ્રમાણ, ભારક એટલે પુરુષો દ્વારા ઉપાડાનાર ૧૨૦ પલ પ્રમાણ. કુંભગ્ગસો - અનેક કુંભપ્રમાણ, જઘન્યથી ૬૦ આઢક, મધ્યમથી-૮૦ આઢક, ઉત્કૃષ્ટથી ૧૦૦ આઢક પ્રમાણ. પદ્મ અને રત્નની વર્ષા સેએ - શ્વેત, સંખદલ૦ - શંખનો જે ખંડ કે તલ, તેના રૂપ વિમલ, તદ્વત્.
આઉસિહિઈ - આક્રોશ વચન કહેવા, નિચ્છોડેહિઈ - હાથ વગેરે અવયવને છૂટા કરવા, નિબ્ભત્થેહિએ - આક્રોશ સિવાયના દુર્વચનો કહેવા, પમારેહિઈ - મરણ ક્રિયાનો પ્રારંભ કરશે. ઉદ્દવેહિઈ - ઉપદ્રવ કરશે અથવા મારશે અને ઉપદ્રવ કરશે. આચ્છિંદિહિઈ - થોડું છેદશે, વિચ્છિંદેહિઈ - વિશેષથી કે વિવિધ રીતે છેદશે. ભિંદિહિઈ - તોડફોડ કરશે, અવહરિહિઈ - અપહરણ કરશે, ઉછાળી દેશે. નિન્નગર - નગરથી બહાર કરશે.
રજ્જસ્સ - રાજ્ય, રાજ્યાદિ પદાર્થ સમુદાય એટલે સ્વામી, અમાત્ય, રાષ્ટ્ર, કોશ, દુર્ગ, સૈન્ય, મિત્રો એ રાજ્યના સાત અંગો છે. રાષ્ટ્રાદિ તેનાથી વિશેષ છે. રાષ્ટ્ર-જનપદનો એક દેશ. વિરમંતુણં૦ - વિરમણ કદાચ વચનાદિ અપેક્ષાએ પણ થાય, તેથી કહે છે – કરણનો નિષેધ.
વિમલસ્સ - વિમલજિન, ઉત્સર્પિણીમાં ૨૧-માં થશે, તેવું સમવાયાંગમાં કહેલ છે. તે અવસર્પિણીમાં ચોથા જિનના સ્થાને પ્રાપ્ત થાય છે, તેથી અર્વાચીન જિન અંતરમાં ઘણાં કરોડ સાગરોપમને ઓળંગીને પ્રાપ્ત થાય. આ મહાપદ્મનું ૨૨-સાગરોપમ આયુ થશે, તેથી આ આલાવો દુર્ગમ છે. અથવા જે ૨૨-સાગરોપમાંતે ઉત્સર્પિણીમાં જે તીર્થંકર થશે, તે પણ વિમલ નામે સંભવે છે. કેમકે મહાપુરુષોના અનેક નામો હોઈ શકે છે. - - પઉપ્પએ - પ્રશિષ્ય. જહા ધમ્મઘોસ૦ - ૧૧-માં શતકના ૧૧-માં ઉદ્દેશામાં કહેવાયેલ ધર્મઘોષનું વર્ણન અહીં કહેવું - X - નોલ્લાવેહિઈ - પ્રેરશે, સહિત આદિ એકાર્થ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit