Pramāṇa · Search · About · API

Viyahapannatti 981

Viyāhapannatti: ṭīkānusārī vivecana 981

Language
Gujarati

981

‘ભગવતી’ સૂત્ર-૬૫૮ :– [૧૫/–/૬૫૮]
ભગવન્‌! વિમલવાહન રાજા, સુમંગલ અણગાર દ્વારા ઘોડા સહિત યાવત્‌ ભસ્મરાશિ કરાતા ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
હે ગૌતમ! - X - તે અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ નરકમાં નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મત્સ્ય થશે, તે ત્યાં શસ્ત્રવધથી દાહપીડા થતાં કાળમાસે કાળ કરીને બીજી વખત પણ અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિ નૈરયિકરૂપે ઉપજશે. ત્યાંથી ચ્યવી અનંતર મત્સ્યપણે ઉપજશે.
ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્‌ મરીને છઠ્ઠી તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટી કાળ સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી યાવત્‌ ઉદ્વર્તીને સ્ત્રીરૂપે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી દાહ પામી યાવત્‌ બીજી વખત પણ છઠ્ઠી તમાં પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ યાવત્‌ ઉદ્વર્તીને ફરી સ્ત્રી થશે.
સ્ત્રીપણામાં ફરી શસ્ત્ર વધથી યાવત્‌ મરીને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ યાવત્‌ ઉદ્વર્તીને ઉરઃપરિસર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્‌ મરીને બીજી વખત પાંચમીમાં યાવત્‌ ત્યાંથી ઉદ્વર્તીને બીજી વખત ઉરઃપરિસર્પમાં ઉપજશે.
ત્યાંથી યાવત્‌ મરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજી યાવત્‌ ઉદ્વર્તીને સિંહપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્ર વધથી તે જ પ્રમાણે યાવત્‌ મરીને ફરી બીજી વખત ચોથી પંકપ્રભામાં યાવત્‌ ઉદ્વર્તીને બીજી વખત પણ સિંહપણે ઉપજશે.
સિંહપણે યાવત્‌ મરીને ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટકાલ યાવત્‌ ઉદ્વર્તીને પક્ષીમાં ઉત્પન્ન થશે. તેમાં પણ શસ્ત્ર વધથી યાવત્‌ મરીને બીજી વખત વાલુકાપ્રભામાં યાવત્‌ ઉદ્વર્તીને બીજી વખત પક્ષી થશે.
પક્ષીપણે યાવત્‌ મરીને બીજી શર્કરાપ્રભામાં જશે યાવત્‌ ઉદ્વર્તીને સરિસર્પમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્‌ મરીને ફરી બીજી વખત શર્કરાપ્રભામાં જશે યાવત્‌ ઉદ્વર્તીને સરીસર્પમાં ઉપજશે.
સરીસર્પમાંથી યાવત્‌ મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉપજશે. યાવત્‌ ઉદ્વર્તીને સંજ્ઞીમાં ઉપજશે, ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્‌ મરીને અસંજ્ઞીમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્‌ મરીને બીજી વખત આ રત્નપ્રભામાં પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિક થશે.
તે ત્યાંથી ઉદ્વર્તીને યાવત્‌ જે આ ખેચર જીવોના ભેદ છે તે થશે. જેમકે ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્ગકપક્ષી, વિતતપક્ષી, તેમાં અનેક લાખ વખત મરી-મરી તેમાં જ વારંવાર જન્મ લેશે. બધે જ શસ્ત્ર વધથી દાહવેદનાપૂર્વક કાળમાસે કાળ કરીને ... જે આ ભુજ પરિસર્પના ભેદોમાં ઉપજશે. જેમકે- ગોધ, નકુલ ઈત્યાદિ ‘પ્રજ્ઞાપના’ સૂત્રમાં કહ્યા મુજબ યાવત્‌ જાહકાદિ. ત્યાં અનેક લાખ વાર યાવત્‌ ખેચરવત્‌ બધું કહેવું યાવત્‌ ત્યાંથી મરીને જે આ ઉર પરિસર્પના ભેદો છે, જેમકે – સર્પ, અજગર, આશાલિક, મહોરગ આદિમાં અનેક લાખ વાર ઉપજશે યાવત્‌ મરીને જે આ ચતુષ્પદના ભેદો છે - જેમકે - એકખુર, દ્વિખુર, ગંડીપદ, સનખ પદાદિ તેમાં અનેક લાખ વાર ઉપજશે યાવત્‌ મરીને જે આ જલચરના ભેદો છે - જેમકે - મત્સ્ય, કચ્છભ યાવત્‌ સુંસુમાર તેમાં અનેક લાખ વખત ઉપજશે. યાવત્‌ તેમાં મરીને–
– જે આ ચતુરિન્દ્રિયના ભેદો છે. જેમકે - અંધિક, પૌત્રિકાદિ જેમ પન્નવણા પદમાં કહ્યા છે યાવત્‌ ગોમયકીડો, તેમાં અનેક લાખ ભવોમાં ઉપજી યાવત્‌ મરીને જે આ તેઈન્દ્રિયના ભેદો છે જેમકે - ઉપચિત યાવત્‌ હસ્તિસૌંડ, તેમાં અનેક લાખ ભવ કરી યાવત્‌ જે આ બેઈન્દ્રિયના ભેદો છે, જેમકે - પુલાકૃમિ યાવત્‌ સમુદ્રલિક્ષા, તેમાં અનેક લાખ ભવ કરીને યાવત્‌ મરીને –
– જે આ વનસ્પતિકાયના ભેદો છે. જેમકે - વૃક્ષ, ગુચ્છ યાવત્‌ કુહગ, તેમાં અનેક લાખ ભવ કરીને યાવત્‌ મરીને પછી વિશેષ કટુ રસવાળા વૃક્ષો અને વેલોમાં ઉપજશે. બધે જ શસ્ત્રવધથી યાવત્‌ મરીને જે આ વાઉકાયિકના ભેદો છે. જેમકે - પૂર્વવાયુ યાવત્‌ શુદ્ધ વાયુ, તેમાં અનેક લાખ ભવો કરીને યાવત્‌ મરીને, જે આ તેઉકાયિકના ભેદો છે, જેમકે - અંગાર યાવત્‌ સૂર્યકાંતમણિ નિઃસૃત અગ્નિ આદિમાં અનેક લાખ ભવો કરીને યાવત્‌ મરશે. પછી જે આ અપ્‌કાયિકના ભેદો છે, જેમકે ઓસ યાવત્‌ ખાઈનું પાણી, તેમાં અનેક લાખ ભવો કરશે યાવત્‌ (મરી મરીને ફરી) જન્મશે-વિશેષતયા ખારા પાણી તથા ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. બધે જ શસ્ત્રવધથી યાવત્‌ મરીને, જે આ પૃથ્વીકાયિકના ભેદો છે, જેમકે - પૃથ્વી, શર્કરા, યાવત્‌ સૂર્યકાંત મણિ, તેમાં અનેક લાખ વખત યાવત્‌ ફરી ફરીને જન્મશે. વિશેષતયા તે ખર-બાદર પૃથ્વીકાયિકમાં જન્મશે. બધે જ શસ્ત્રવધથી યાવત્‌ મરણ પામીને –
રાજગૃહનગર બહાર વેશ્યારૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્‌ મરણ પામીને બીજી વખત રાજગૃહનગરની અંદર વેશ્યાપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્‌ મરણ પામશે.

Linked texts (1)