Pramāṇa · Search · About · API

Viyahapannatti 984

Viyāhapannatti: ṭīkānusārī vivecana 984

Language
Gujarati

984

વિવેચન :–૬૫૯
પડિરૂવિએણ - ઉચિત શુલ્ક દઈને. ભંડકરંડગસમાણે - આભરણ ભાજન તુલ્ય આદેય. તેલ્લકેલા૦ - તેલના આશ્રય ભાજન વિશેષ - X - તે સારી રીતે સંગોપનીય હોય છે, અન્યથા ઢોળાતા તેલની હાનિ થાય છે. ચેલપેડા૦ - વસ્ત્રોની પેટી માફક સારી રીતે સંપરિવૃત્ત-નિરૂપદ્રવ સ્થાને રાખેલ.
દાહિણિલ્લેસુ૦ - વિરાધિત શ્રામણ્યત્વથી અસુરકુમાર થયો, અન્યથા વૈમાનિકમાં જ ઉત્પત્તિ થાય છે. અહીં જે ‘દાક્ષિણ્યમાં’ કહ્યું. તે તેના ક્રૂરકર્મત્વથી દક્ષિણ ક્ષેત્રમાં ઉત્પાદ થાય, એમ જાણવું.
અવિરાહિય સામન્ન એટલે આરાધિત ચારિત્ર. અહીં આરાધિત ચારિત્રથી - ચારિત્ર સ્વીકારના સમયથી આરંભીને મરણ પર્યન્ત નિરતિચાર પણે તેનું પાલન કરવું. કહ્યું છે કે – અહીં આરાધના, ચારિત્રના સ્વીકાર સમયથી આરંભીને આમરણાંત અજસ્ર વિધિથી સંયમ પાળવો.
આ પ્રમાણે અહીં જો કે ચારિત્ર સ્વીકાર ભવે વિરાધના યુક્ત અગ્નિકુમાર વર્જિત ભવનપતિ, જ્યોતિષ્ક હેતુ ભવ સહિત દશ, અવિરાધના ભવો યથોક્ત સૌધર્માદિ દેવલોક સર્વાર્થસિદ્ધ ઉત્પત્તિ હેતુ સાત અને આઠમાં સિદ્ધિગમન રૂપ અંતિમ ભવ, એમ આઠ ભવ થાય છે. સાંભળેલ છે કે ચારિત્ર આઠ ભવ જ હોય, તો પણ વિરોધ નથી. કેમકે અવિરાધિત ભવોનું જ ગ્રહણ કરવું. બીજા કહે છે – ‘ચારિત્ર પ્રાપ્તિ આઠ ભવ સુધી જ થાય.’ તેથી આ સૂત્રમાં - X - ચારિત્ર સ્વીકાર વિશેષિત જ ભવ લેવા. આરાધના, વિરાધના વિશેષણ ન કરવું, અન્યથા જે ભગવંત મહાવીરે હાલિકને જે પ્રવ્રજ્યા બીજ આપેલ, તે નિરર્થક થાય. કેમકે સમ્યક્‌ત્વ માત્રથી જ બીજ માત્ર સિદ્ધ છે. જે ચારિત્ર દાન તે આઠમાં ચારિત્રમાં સિદ્ધિ છે. - X - જે દશ વિરાધના ભવોમાં તેનું ચારિત્ર કહ્યું તે દ્રવ્યથી પણ હોય, તેથી તેમાં દોષ નથી. - X - X - વળી ચૂર્ણિકારે આરાધના પક્ષને સમર્થન આપેલ છે. જહા ઉવવાઈએ - અંબડ પરિવ્રાજક કથાનક જાણવું.
આ શતકમાં ગોશાલકનો વર્તમાન ભવ અને ભાવિ ભવો દર્શાવ્યા છે,
ગોશાલકના પૂર્વભવનું કથાનક ‘મહાનિશીથ’ સૂત્રમાં આવે છે.
જિજ્ઞાસુઓએ અમારા ‘મહાનિશીથ’ના અનુવાદને અથવા આગમ કથાનુયોગ જોવા.

Linked texts (1)