Viyahapannatti 983
Viyāhapannatti: ṭīkānusārī vivecana 983
- Language
- Gujarati
983
‘ભગવતી’ સૂત્ર-૬૫૯ :– [૧૫/–/૬૫૯]
આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં બાલિકારૂપે જન્મશે. ત્યારે તે બાલિકા બાલ્યભાવ છોડીને યૌવનને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા-પિતા ઉચિત શુલ્ક અને ઉચિત વિનય દ્વારા પ્રતિરૂપ પતિને પત્નીરૂપે આપશે.
તેણી તેની પત્ની થશે, તે (પતિને) ઈષ્ટ, કાંત, યાવત્ અનુમત ભાંડ કરંડક સમાન, રત્નના પટારા સમાન સુરક્ષિત, વસ્ત્રોની પેટી સમાન સુસંપરિગૃહ, રત્નકરંડક સમાન સુસારક્ષિત, સુસંગોપિત, શીત કે ઉષ્ણ યાવત્ પરીષહોપસર્ગ તેને ન સ્પર્શે. (એ રીતે રાખી) ત્યારે તે બાલિકા અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ શ્વશૂર કૂળથી પિયર જાતી એવી માર્ગમાં દાવાગ્નિની જ્વાલાથી પીડિત થઈ કાળમાસે કાળ કરીને દક્ષિણદિશાના અગ્નિકુમાર દેવોમાં દેવપણે જશે.
તે દેવ ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીરને પામશે ત્યાં કેવલ બોધિને પામશે, પામીને મુંડ થઈને ઘર છોડીને અણગાર પ્રવ્રજ્યા લેશે. ત્યાં પણ શ્રામણ્ય વિરાધી કાળમાસે કાળ કરી દક્ષિણના અસુરકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામીને, પૂર્વવત્ યાવત્ ત્યાં પણ શ્રામણ્ય વિરાધી કાળ માસે યાવત્ કરીને દક્ષિણ દિશામાં નાગકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને૦ આ આલાવાઓ વડે દક્ષિણ દિશાના સુવર્ણકુમારોમાં, એ રીતે વિદ્યુત્કુમારોમાં ઉત્પન્ન થશે, આ રીતે અગ્નિકુમાર દેવોને છોડીને યાવત્ દક્ષિણ દિશાના સ્તનિતકુમારોમાં ઉત્પન્ન થશે.
તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામશે યાવત્ શ્રામણ્ય વિરાધી જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થશે, તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને યાવત્ અવિરાહિત શ્રામણ્યથી કાળમાસે કાળ કરીને સૌધર્મ કલ્પે દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને કેવલ બોધિ પામશે, ત્યાં પણ શ્રામણ્ય વિરાધ્યા વિના કાળ માસે કાળ કરીને ઈશાન કલ્પે દેવપણે ઉત્પન્ન થશે.
તે ત્યાંથી ચ્યવીને મનુષ્ય શરીર પામશે, ત્યાં પણ શ્રામણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને સનત્કુમાર કલ્પે દેવપણે ઉપજશે. તે ત્યાંથી ચ્યવીને૦ એ પ્રમાણે જેમ સનત્કુમાર, તેમ બ્રહ્મલોક, મહાશુક્ર, આનત, આરણમાં (ઉપજશે). તે ત્યાંથી યાવત્ શ્રામણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે.
તે ત્યાંથી અનંતર ચ્યવીને મહાવિદેહ વર્ષ ક્ષેત્રમાં. જે આ કુળો છે - આઢ્ય યાવત્ અપરિભૂત, તેવા પ્રકારના કુળમાં પુત્રરૂપે જન્મશે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’માં દૃઢ પ્રતિજ્ઞની વક્તવ્યતા કહી છે, તે સમગ્ર વક્તવ્યતા સંપૂર્ણ અહીં કહેવી. યાવત્ ઉત્તમ કેવળ જ્ઞાનદર્શન ઉત્પન્ન થશે.
ત્યારે તે દૃઢપ્રતિજ્ઞ કેવલી પોતાનો અતીતકાળ ઉપયોગપૂર્વક જોશે. જોઈને શ્રમણ નિર્ગ્રન્થોને બોલાવશે, બોલાવીને આમ કહેશે – હે આર્યો! હું દીર્ઘકાળ પૂર્વે ગોશાલક નામક મંખલિપુત્ર હતો. શ્રમણઘાતક યાવત્ છદ્મસ્થપણે જ કાળ પામ્યો. હે આર્યો! તે પાપમૂલક (કર્મોના ફળરૂપે) હું અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારમાં ભમ્યો. તેથી હે આર્યો! તમારામાંથી કોઈએ પણ આચાર્ય પ્રત્યનીક, ઉપાધ્યાય પ્રત્યનીક, આચાર્ય-ઉપાધ્યાયના અયશ-અકીર્તિ કરનારા ન થવું. મેં જે રીતે અનાદિ અનંત યાવત્ સંસાર કાંતારનું પરિભ્રમણ કર્યુ, તેમ તમે સંસારાટવીમાં પરિભ્રમણ ન કરજો.
ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થો દૃઢપ્રતિજ્ઞ કેવલીની પાસે આ વાત સાંભળી, અવધારી ભયભીત થયા, ત્રાસ પામ્યા, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ દૃઢ પ્રતિજ્ઞ કેવલીને વંદન-નમન કરશે. કરીને તે સ્થાનની આલોચના, નિંદા યાવત્ તપશ્ચરણનો સ્વીકાર કરશે.
ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો કેવલપર્યાયને પાળેની, પોતાના આયુષ્યને શેષ જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યું. તેમ યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે.
ભગવત્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit