Pramāṇa · Search · About · API

Viyahapannatti 990

Viyāhapannatti: ṭīkānusārī vivecana 990

Language
Gujarati

990

‘ભગવતી’ સૂત્ર-૬૬૩ :– [૧૬/૧/૬૬૩]
ભગવન્‌! લોઢું તપાવવાની ભઠ્ઠીમાં તપેલ લોઢાને સાણસી વડે ઊંચું-નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે? ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ લોઢું તપાવવાની ભઠ્ઠીમાં લોઢાની સાણસી વડે લોઢાને ઊંચું-નીચું કરે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવત્‌ પ્રાણાતિપાત ક્રિયા સુધીની પાંચે ક્રિયાઓથી સ્પૃષ્ટ થાય છે. જે જીવોનું શરીર લોઢું બનેલ છે, લોઢાની ભઠ્ઠી-સાણસી બની છે, અંગારા બનેલ છે, અંગાર કડ્ઢિણિ, ધમણ બની છે, તે બધાં જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ સ્પૃષ્ટ થાય છે.
ભગવન્‌! લોહભઠ્ઠીમાંથી, લોઢાને, લોહસાણસી વડે પકડીને એરણ પર રાખતા અને ઉપાડતા પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે? ગૌતમ! જ્યાં સુધી લોહ ભઠ્ઠીમાંથી લોઢાને સાણસી વડે પકડીને યાવત્‌ રાખે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવત્‌ પ્રાણાતિપાતિકી પાંચે ક્રિયાથી સ્પૃષ્ટ થાય છે. જે જીવોના શરીરથી લોઢું-સાણસી-ઘણ-હથોડો-ઐરણ-ઐરણનું લાકડું બનેલ છે, ઉદ્રકદ્રોણી બની છે, અધિકરણ શાળા બની છે, તે બધાં જીવો કાયિકી આદિ પાંચે ક્રિયાઓથી સ્પૃષ્ટ થાય છે.

Linked texts (1)