Pramāṇa · Search · About · API

Viyahapannatti 989

Viyāhapannatti: ṭīkānusārī vivecana 989

Language
Gujarati

989

વિવેચન :–૬૬૧, ૬૬૨
પહેલા ઉદ્દેશાની પ્રસ્તાવનાર્થે કહે છે – - X - અહિગરણિંસિ૦ અધિકરણમાં વાયુકાય વ્યુત્ક્રમે છે - લોઢાના ઘણના ઘાતથી ઉત્પન્ન થાય છે. આ આક્રાંત સંભવત્વથી પહેલાં અચેતનપણે ઉત્પન્ન થવા છતાં પણ પછી સચેતન થઈ જાય છે, તેમ સંભવે છે. ઉત્પન્ન થઈને મરે છે, તેથી પ્રશ્ન કરતાં કહે છે – સે ભંતે૦ આદિ. સ્પર્શીને સ્વકાય શસ્ત્રાદિ વડે સશરીર કલેવરથી નીકળે છે, કાર્મણાદિ અપેક્ષાથી કહ્યું, પણ ઔદારિકાદિ અપેક્ષાથી તે અશરીરી છે.
અગ્નિના સહચરપણાથી વાયુ, વાયુ સૂત્ર પછી અગ્નિ સૂત્ર કહે છે – ઈંગાલકારિયા - અંગારાને કરે છે, તે અંગારકારિકા, અગ્નિની સગડી, તેમાં માત્ર અગ્નિકાય નથી હોતો, બીજો વાયુકાય પણ ઉત્પન્ન થાય છે, કહ્યું છે કે – ‘જ્યાં અગ્નિ ત્યાં વાયુ’ - X - અગ્નિ અધિકારથી આ કહે છે –

Linked texts (1)