Pramāṇa · Search · About · API

Viyahapannatti 991

Viyāhapannatti: ṭīkānusārī vivecana 991

Language
Gujarati

991

વિવેચન :–૬૬૩
અયં - લોઢું, અયકોટ્ઠંસિ - લોઢા તપાવવાની ભઠ્ઠી, ઉવ્વિહ-પવ્વિહ - ઉત્ક્ષેપતો કે પ્રક્ષેપતો. ઈંગાલ કડ્ઢિણિ - અંગારા કાઢવાની લોઢાની છડી. ભત્થ - ધમણ, આ બધાં પદાર્થોના મૂળ જીવને પાંચ ક્રિયા લાગે –
ચમ્મેટ્ઠે - ધણ, લોઢાને કુટવાના પ્રયોજનથી બનેલ લોઢાનું લુહારાદિનું ઉપકરણ વિશેષ. મુટ્ઠિએ - નાનો ઘણ, અહિગરણખોડિ - જે લાકડામાં અધિકરણી રખાય છે તે. ઉદગદોણિ - પાણીનું વાસણ જેમાં તપેલ લોઢું શીતળ કરવાને નખાય છે. અહિગરણસાલા - લોહારશાળા. - - પૂર્વે ક્રિયા પ્રરૂપી, તેમાં અધિકરણિકી છે, તે અધિકરણથી હોય છે, તેથી તે બંનેના નિરૂપણાર્થે કહે છે –

Linked texts (1)