Pramāṇa · Search · About · API

Viyahapannatti 12.1.533

Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 12.1.533

Language
Gujarati

12.1.533

ત્યારે તે શંખ શ્રાવકે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને, આમ કહ્યું – ભગવન્‌ ! ક્રોધને વશ જીવ શું બાંધે ? શું કરે ? શેનો ચય કરે ? શેનો ઉપચય કરે ? હે શંખ ! ક્રોધને વશ જીવ આયુ સિવાયની સાત કર્મપ્રકૃતિ શિથિલબંધન બદ્ધ હોય, તેને દૃઢ બંધનવાળી કરે છે, ઇત્યાદિ પહેલા શતકમાં અસંવૃત્ત અણગારમાં કહ્યા મુજબ કહેવું યાવત્‌ ભ્રમણ કરે છે. ભગવન્‌ ! માનને વશ થઈને જીવના વિષયમાં પણ એ પ્રમાણે જ જાણવું. એ રીતે માયાને વશ અને લોભને વશ યાવત્‌ જીવ સંસારમાં પરિભ્રમણકરે છે.
ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે આ અર્થને સાંભળીને, અવધારીને, ભયભીત, ત્રસ્ત, દુઃખિત, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ ભગવંતને વંદન – નમસ્કાર કર્યા, વાંદી, નમીને, શંખ શ્રાવક પાસે આવીને, શંખ શ્રાવકને વાંદી, નમીને પોતાના કૃત્ય માટે સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે.
ત્યારે તે શ્રાવકો, ઇત્યાદિ બધું શતક – ૧૧ મુજબ આલંભિકા માફક કહેવું યાવત્‌ પાછા ગયા.
ભગવન્‌ ! એમ આમંત્રીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્‌ ! શંખ શ્રાવક આપ દેવાનુપ્રિય પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવામાં સમર્થ છે ?ગૌતમ ! તેમ શકય નથી, ઇત્યાદિ ઋષિભદ્રપુત્ર માફક કહેવું યાવત્‌ અંત કરશે. ભગવન્‌ ! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે.

Translations (2)

Commentaries (1)

Linked texts (1)