Viyahapannatti 9.31: Uddeśaka 31: aśoccā
Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 9.31
- Language
- Gujarati
Uddeśaka 31: aśoccā
9.31.445
રાજગૃહનગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું – ભગવન્ ! કેવલી, કેવલીના શ્રાવક, કેવલીની શ્રાવિકા, કેવલીના ઉપાસક, કેવલીની ઉપાસિકા, કેવલી પાક્ષિક, કેવલી પાક્ષિકના શ્રાવક – શ્રાવિકા – ઉપાસક – ઉપાસિકા આમાંથી કોઈ પાસે ઉપદેશ સાંભળ્યા વિના કેવલિપ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ થાય ?
ગૌતમ ! કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા, એ કોઈ પાસેથી ઉપદેશ સાંભળ્યા વિના કોઈને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ થાય છે અને કોઈને કેવલીપ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ લાભ ન થાય.
ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત્ ધર્મનો લાભ ન થાય ? ગૌતમ ! જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તેને કેવલી યાવત્ કેવલી પાક્ષિકની ઉપાસિકા પાસે સાંભળ્યા વિના કેવલી પ્રજ્ઞપ્ત ધર્મના શ્રવણનો લાભ થાય, જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, તેને કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના લાભ ન થાય. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવત્ ધર્મશ્રવણનો લાભ ન થાય.
ભગવન્ ! કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બોધિ પામે ? ગૌતમ ! તેમ સાંભળ્યા વિના યાવત્ કોઈ શુદ્ધ બોધિ પામે, કોઈ શુદ્ધ બોધિ ન પામે.
ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત્ કોઈ શુદ્ધ બોધિ પામે, કોઈ શુદ્ધ બોધિ ન પામે ?
ગૌતમ! જેણે દર્શનાવરણીયદર્શનમોહનીય. કર્મોનો ક્ષયોપશમ કર્યો છે, તે સાંભળ્યા વિના યાવત્ શુદ્ધબોધિ પામે. જેણે દર્શનાવરણીયકર્મોનો ક્ષય કર્યો નથી, તે ન પામે માટે ગૌતમ ! આમ કહ્યું કે યાવત્ શુદ્ધ બોધી પામે.
ભગવન્ ! કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પ્રવ્રજ્યા લે ? ગૌતમ ! એ રીતે સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પ્રવ્રજ્યા લે અને કોઈ એ રીતે પ્રવ્રજ્યા ન લે. ભગવન્ !એમ કેમ કહ્યું ?
ગૌતમ ! જેણે ધર્માંતરાય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત્ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા લે. જેણે ધર્માંતરાય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે ન લે, તે માટે આમ કહ્યું.
ભગવન્ ! કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના શું કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે ? ગૌતમ ! એ રીતે સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે અને કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ ન કરે?
ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેણે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ હોય, તે સાંભળ્યા વિના ધારણ કરે. જેણે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ ન કર્યો હોય તે ધારણ ન કરે.
ભગવન્ ! કેવલી આદિથી સાંભળ્યા વિના શું કોઈ શુદ્ધ સંયમથી સંયમિત થાય ? ગૌતમ ! સાંભળ્યા વિના કેટલાક શુદ્ધ સંયમથી સંયમિત થાય, કેટલાક ન થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું યાવત્ ન થાય?
ગૌતમ ! જેણે યતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, તે કેવલી આદિ પાસેથી સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ સંયમથી સંયમિત થાય, જેણે યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ નથી, તે સાંભળ્યા વિના યાવત્ સંયમિત ન થાય. તેથી હે ગૌતમ ! આમ કહ્યું.
ભગવન્ ! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય? ગૌતમ ! સાંભળ્યા વિના યાવત્ કેટલાક શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય અને કેટલાક ન થાય. એમ કેમ કહ્યું ?
ગૌતમ ! જેણે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે, તે કેવલી આદિથી સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય, જેણે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમકર્યો નથી તે સાંભળ્યા વિના સંવૃત્ત ન થાય.
ભગવન્ ! કેવલી આદિથી સાંભળ્યા વિના કોઈ આભિનિબોધિક જ્ઞાન ઉપાર્જે ? ગૌતમ ! કેટલાક સાંભળ્યા વિના આભિનિબોધિક જ્ઞાન ઉપાર્જે, કેટલાક આભિનિબોધિક જ્ઞાન ન ઉપાર્જે. એમ કેમ કહ્યું ?
ગૌતમ ! જેના આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયેલ હોય તે યાવત્ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉપાર્જે. જેના આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ન થયો હોય, તે ન ઉપાર્જે, તેથી આમ કહ્યું.
ભગવન્ ! કેવળી પાસેથી યાવત્ સાંભળ્યા વિના જ કોઈ જીવ શુદ્ધ શ્રુતજ્ઞાન ઉપાર્જે ?. આભિનિબોધિક માફક શ્રુતજ્ઞાનનું કથન કરવું. વિશેષ એ કે – શ્રુતજ્ઞાનમાં શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો. એ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાન કહેવું. ત્યાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહેવો. એ રીતે શુદ્ધ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે. વિશેષ એ કે – મનઃપર્યવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો.
ભગવન્ ! કેવલી યાવત્ કેવલીપાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ કેવળજ્ઞાન ઉપાર્જે ?, ગૌતમ ! કેટલાક જીવોને થાય અને કેટલાક જીવોને ન થાય. યાવત્ વિશેષ એ કે – કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થયો હોય તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય ન થયો હોય તેને કેવળજ્ઞાન ન થાય. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવળજ્ઞાન ઉપાર્જે.
ભગવન્! કેવલી યાવત્ ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવ કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે? શુદ્ધ બોધિ પામે?, મુંડ થઈને, ઘર છોડીને અણગારિકા પ્રવ્રજ્યા લે? શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે ? શુદ્ધ સંયમથી સંયમિત થાય ? શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય ? શુદ્ધ આભિનિબોધિક યાવત્ શુદ્ધ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે ? કેવળજ્ઞાન ઉપાર્જે?
ગૌતમ ! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણને પામે અને કોઈ ન પામે. કોઈ શુદ્ધ બોધિલાભ પામે અને કોઈ ન પામે, કોઈ મુંડ થઈને, ઘર છોડીને અણગારિકા પ્રવ્રજ્યા પામે અને કોઈ ન પામે, કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે અને કોઈ ન કરે, કોઈ શુદ્ધ સંયમથી સંયમિત થાય અને કોઈ ન થાય, કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય અને કોઈ ન થાય, કોઈ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉપાર્જે અને કોઈ ન ઉપાર્જે, એ પ્રમાણે યાવત્ મનઃપર્યવજ્ઞાન જાણવુ. કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે અને કોઈ ન ઉપાર્જે.
ભગવન્ ! એ પ્રમાણે ક્યા કારણે કહ્યું?
ગૌતમ ! જેણે જ્ઞાનાવરણીયકર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે દર્શનાવરણીયકર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે ધર્માંતરાયિક કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી એ પ્રમાણે ચારિત્રાવરણીય, યતનાવરણીય, અધ્યવસાનાવરણીય, આભિનિબોધિકજ્ઞાનાવરણીય કર્મોનો યાવત્ મનઃપર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે કેવળ – જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલ નથી. તે કેવલી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના યાવત્ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ ન પામે, શુદ્ધ બોધિ ન પામે યાવત્ કેવળજ્ઞાન ન ઉપાર્જે.
જે જીવોએ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે એ પ્રમાણે યાવત્ જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલો છે તે કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણ વિના યાવત્ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે યાવત્ કેવળજ્ઞાન ઉપાર્જે.
9.31.446
ભગવન્ ! તેને નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપકર્મ કરતા, સૂર્યની સન્મુખ બાહુઓ ઊંચા કરીને, આતાપના ભૂમિમાં આતાપના લેતા પ્રકૃતિ ભદ્રક, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા ક્રોધ – માન – માયા – લોભથી, માર્દવ સંપન્નતા, ભોગોની અનાસક્તિ, ભદ્રકતા, વિનીતતાથી અન્ય કોઈ શુભ અધ્યવયસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી લેશ્યા વડે, તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ઇહા – અપોહ – માર્ગણા – ગવેષણા કરતા વિભંગ નામક અજ્ઞાન તેને ઉત્પન્ન થયું.
તે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જઘન્ય અંગુલના અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર યોજન સુધી જાણે છે – જુએ છે. તે – તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જીવ અને અજીવને પણ જાણે છે, તે પાખંડી, સારંભી, સપરીગ્રહ, સંક્લેશ પામતા જીવોને પણ જાણે છે – જુએ છે.
તે સર્વ પ્રથમ સમ્યક્ત્વ પામે છે, સમ્યક્ત્વ પામીને શ્રમણધર્મની રુચિ કરે છે, શ્રમણ ધર્મની રુચિથી ચારિત્ર સ્વીકારે છે. ચારિત્ર સ્વીકારી વેશને સ્વીકારે છે. ત્યારે તેના મિથ્યાત્વ પર્યાય ક્ષીણ થતા – થતા અને સમ્યગ્ દર્શનના પર્યાય વધતા – વધતા તે વિભંગ અજ્ઞાન સમ્યક્ત્વયુક્ત થતા જલદી અવધિજ્ઞાન રૂપે પરાવર્તન પામે છે.
9.31.447
સૂત્ર– ૪૪૭. ભગવન્ ! તે (અસોચ્ચા)અવધિજ્ઞાનીને કેટલી લેશ્યાઓ હોય ? ગૌતમ ! ત્રણ વિશુદ્ધ લેશ્યામાં થાય. તે આ – તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા.
ભગવન્ ! તે (અસોચ્ચા)અવધિજ્ઞાનીને કેટલા જ્ઞાનો હોય? ગૌતમ ! ત્રણ જ્ઞાન હોય – આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન.
ભગવન્ ! તે (અસોચ્ચા)અવધિજ્ઞાની સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! તે સયોગી હોય, અયોગી નહીં.
ભગવન્ !જો તે (અસોચ્ચા)અવધિજ્ઞાની સયોગી હોય તો શું મનોયોગી હોય, વચનયોગી હોય કે કાયયોગી હોય ? ગૌતમ! મનોયોગાદિ ત્રણે પણ હોય.
ભગવન્ ! તે (અસોચ્ચા)અવધિજ્ઞાની તે શું સાકારોપયોગયુક્ત હોય કે અનાકારોપયોગયુક્ત હોય ? ગૌતમ ! તે સાકારોપયુક્ત((જ્ઞાનોપયોગી) હોય, અનાકારોપયુક્ત(દર્શનોપયોગી) હોય.
ભગવન્ ! તે કયા સંઘયણમાં હોય ? ગૌતમ ! વજ્રઋષભનારાચ સંઘયણમાં હોય.
ભગવન્ ! તે કયા સંસ્થાને હોય ? ગૌતમ ! છ સંસ્થાનમાંના કોઈપણ સંસ્થાનમાં હોય.
ભગવન્ ! તે અવધિજ્ઞાની કેટલી ઊંચાઈવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાત હાથ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ.
ભગવન્ ! તે (અસોચ્ચા)અવધિજ્ઞાની કેટલા આયુવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાતિરેક આઠ વર્ષાયુષ્ક, ઉત્કૃષ્ટથી પૂર્વકોટી આયુષ્ય હોય.
ભગવન્ ! તે શું સવેદક હોય કે અવેદક ? ગૌતમ ! સવેદક હોય, અવેદક નહીં.
ભગવન્ ! સવેદક હોય તો શું સ્ત્રીવેદક હોય, પુરુષવેદક હોય, નપુંસકવેદક હોય કે પુરુષનપુંસકવેદક હોય ? ગૌતમ ! સ્ત્રીવેદક કે નપુંસકવેદક ન હોય પણ પુરુષવેદક કે પુરુષ – નપુંસકવેદક હોય.
ભગવન્ ! તે(અસોચ્ચા)અવધિજ્ઞાની શું સકષાયી હોય કે અકષાયી? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી નહીં.
જો સકષાયી હોય તો ભગવન્! તે કેટલા કષાયમાં હોય? ગૌતમ! ચારે – સંજ્વલન ક્રોધ – માન – માયા – લોભ.
ભગવન્ ! તેને કેટલા અધ્યવસાય હોય ? ગૌતમ ! તેને અસંખ્યાત અધ્યવસાય હોય.
ભગવન્ ! તે અધ્યવસાય પ્રશસ્ત કે અપ્રશસ્ત ? ગૌતમ ! પ્રશસ્ત હોય, અપ્રશસ્ત નહીં.
ભગવન્ ! તે (અસોચ્ચા)અવધિજ્ઞાની પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તતો અનંતા નૈરયિક ભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે અનંત તિર્યંચયોનિક – મનુષ્યભવગ્રહણ – દેવભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે. જે આ નરક – તિર્યંચ – મનુષ્ય – દેવગતિ નામક ચાર ઉત્તરપ્રકૃતિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ – માન – માયા – લોભનો ક્ષય કરે. કરીને પછી અપ્રત્યાખ્યાન કષાય ક્રોધાદિ ખપાવે, પછી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ખપાવે, પછી સંજ્વલન ક્રોધાદિ ખપાવે. પછી પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દર્શનાવરણીય, પંચવિધ અંતરાયિક અને મોહનીય કર્મને કપાયેલ તાલવૃક્ષ સમાન કરીને, કર્મરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશી તેને અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્સ્ન, પ્રતિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય.
સૂત્ર– ૪૪૮. ભગવન્ ! તે (અસોચ્ચા)કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે, બતાવે છે અને પ્રરૂપે છે ? તે અર્થ સમર્થ નથી. તેઓ એક જ્ઞાત (ઉદાહરણ) કે એક વ્યાકરણ(પ્રશ્નના ઉત્તર) સિવાય અન્ય ઉપદેશ ન કરે.
ભગવન્ ! તે (અસોચ્ચા કેવલી)કોઈને. પ્રવ્રજિત કે મુંડિત કરે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. પરંતુ તે પ્રવ્રજ્યાનો ઉપદેશ કરે.
ભગવન્ ! તે (અસોચ્ચા કેવલી)સિદ્ધ થાય યાવત્ સમસ્ત દુખોનો અંત કરે ? હા, તે સિદ્ધ થાય યાવત્ સમસ્ત દુખોનો અંત કરે.
સૂત્ર– ૪૪૯. ભગવન્ ! તે (અસોચ્ચા કેવલી)શું ઉર્ધ્વ – અધો – તિર્છાલોકમાં હોય ? ગૌતમ ! તે ત્રણે લોકમાં હોય. જો ઉર્ધ્વલોકમાં હોય તો શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાવતી, માલ્યવંત નામક વૃત્તવૈતાઢ્ય પર્વતોમાં હોય, સંહરણને આશ્રીને સોમનસ કે પંડકવન માં હોય. જો અધોલોકમાં હોય તો ગર્તા કે ગુફામાં હોય. સંહરણને આશ્રીને પાતાળ કે ભવનમાં હોય. તિર્છાલોકમાં હોય તો ૧૫ – કર્મભૂમિમાં હોય, સંહરણને આશ્રી અઢી દ્વીપસમુદ્રના એક દેશ ભાગે હોય.
ભગવન્ ! તે(અસોચ્ચા કેવલી)એક સમયે કેટલા થાય ? ગૌતમ ! જઘન્યથી એક – બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી દશ. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવલી આદિ પાસેથી સાંભળીને કેટલાક કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે અને કેટલાક ન પામે યાવત્ કેટલાક કેવળજ્ઞાન પામે, કેટલાક ન પામે.
સૂત્ર સંદર્ભ– ૪૪૭–૪૪૯
9.31.448
જુઓ સૂત્ર ૪૪૭
9.31.449
જુઓ સૂત્ર ૪૪૭
9.31.450
ભગવન્ ! કેવલી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસકથી ધર્મ સાંભળીને,કોઈ જીવ કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે ? ગૌતમ ! કેવલી આદિ પાસેથી સાંભળીને યાવત્ કેટલાક કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ પામે, એ પ્રમાણે જેમ ‘અશ્રુત્વા’ની વક્તવ્યતા છે, તે અહીં ‘શ્રુત્વા’ની પણ કહેવી. વિશેષ એ કે – આલાવો ‘શ્રુત્વા’નો કહેવો. બાકી બધુ સંપૂર્ણ તેમજ કહેવું. – યાવત્ – જેણે મનઃપર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ હોય, જેણે કેવળ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો હોય, તે જીવને કેવલી યાવત્ ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળીને, કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે યાવત્ કેવળજ્ઞાન ઉપાર્જે.
તે જીવને નિરંતર અઠ્ઠમ – અઠ્ઠમ તપોકર્મથી આત્માને ભાવિત કરતા પ્રકૃતિ ભદ્રકતાથી, એ જ પ્રમાણે યાવત્ ગવેષણા કરતા અવધિજ્ઞાન સમુત્પન્ન થાય, તે સમુત્પન્ન અવધિજ્ઞાનથી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અલોકમાં અસંખ્યાત લોક પ્રમાણ ખંડોને જાણે અને જુએ.
ભગવન્! તે(શ્રુત્વા અવધિજ્ઞાની)કેટલી લેશ્યામાં હોય? ગૌતમ ! છ એ લેશ્યામાં – કૃષ્ણ યાવત્ શુક્લલેશ્યા.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની) કેટલા જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! ત્રણ કે ચાર જ્ઞાનોમાં હોય. ત્રણ હોય તો આભિનિબોધિક, શ્રુત, અવધિજ્ઞાનમાં હોય, ચાર હોય તો આભિનિબોધિક – શ્રુત – અવધિ – મનઃપર્યવજ્ઞાનમાં હોય.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની)શું સયોગી હોય કે અયોગી ? ગૌતમ !આ પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ આ બધુ જેમ ‘અશ્રુત્વા’માં કહ્યું, તેમજ અહીં કહેવુ.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની) શું સવેદક હોય ? પૃચ્છા. ગૌતમ ! સવેદક હોય કે અવેદક હોય.
ભગવન્ !જો અવેદક હોય તો શું ઉપશાંત વેદક હોય કે ક્ષીણવેદક હોય ? ગૌતમ ! ઉપશાંતવેદક ન હોય, ક્ષીણવેદક હોય.
ભગવન્ ! જો સવેદક હોય તો શું સ્ત્રીવેદક હોય, પુરુષવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ – નપુંસક વેદક? ગૌતમ ! સ્ત્રી કે પુરુષ કે પુરુષ – નપુંસક વેદક હોય.
ભગવન્ ! તે(શ્રુત્વા અવધિજ્ઞાની)સકષાયી હોય કે અકષાયી? ગૌતમ! સકષાયી હોય કે અકષાયી પણ હોય.
ભગવન્ ! જો તે અકષાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણકષાયી હોય ? ગૌતમ ! ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય.
જો સકષાયી હોય તો હે ભગવન્ ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચારમાં, ત્રણમાં, બેમાં કે એક કષાયમાં હોય. જો ચારમાં હોય તો સંજ્વલન ક્રોધ – માન – માયા – લોભ ચારેમાં હોય. ત્રણમાં હોય તો સંજ્વલન માન – માયા – લોભમાં હોય, બેમાં હોય તો સંજ્વલન માયા – લોભમાં હોય. એકમાં હોય તો સંજ્વલન લોભમાં હોય.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની)ને કેટલા અધ્યવસાનો કહ્યા છે ? ગૌતમ ! અસંખ્ય. એ પ્રમાણે જેમ ‘અશ્રુત્વા’માં કહ્યું તેમ યાવત્ ઉત્તમ કેવળ જ્ઞાન, દર્શન સમુત્પન્ન થાય.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ કહે, બતાવે કે પ્રરૂપે? હા, ગૌતમ ! કહે – બતાવે અને પ્રરૂપે.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)કોઈને પ્રવ્રજિત કે મુંડિત કરે ? હા, ગૌતમ ! પ્રવ્રજિત, મુંડિત કરે.
ભગવન્ ! તે(શ્રુત્વા કેવળી)ના શિષ્યો પણ પ્રવ્રજિત, મુંડિત કરે ? હા, કરે.
ભગવન્ ! તે(શ્રુત્વા કેવળી)ના પ્રશિષ્યો પણ પ્રવ્રજિત, મુંડિત કરે ? હા, કરે.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)સિદ્ધ, બુદ્ધ યાવત્ સમસ્ત દુઃખોનાઅંતકર થાય ? હા, થાય.
ભગવન્ ! તેના શિષ્યો પણ સિદ્ધ યાવત્ અંતકર થાય ? હા, થાય.
ભગવન્ ! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ યાવત્ અંતકર થાય? હા, એ પ્રમાણે જ યાવત્ અંત કરે છે.
ભગવન્ ! શું તે(શ્રુત્વા કેવળી)ઉર્ધ્વલોકમાં હોય ઇત્યાદિ. અશ્રુત્વા માફક યાવત્ તેના એકદેશ ભાગમાં હોય.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)એક સમયમાં કેટલા હોય ? ગૌતમ ! જઘન્યથી એક – બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી ૧૦૮. હે ગૌતમ ! તેથી એમ કહ્યું કે – કેવલી યાવત્ કેવલી ઉપાસિકાથી ધર્મ સાંભળીને યાવત્ કેટલાક કેવળજ્ઞાન ઉપાર્જે, કેટલાક ન ઉપાર્જે, હે ભગવન્ ! તે એમજ છે.
Translations (2)
- Viyāhapannatti: Hindi translation (Dīparatnasāgara, 2019) — Hindi
- English (machine translation) — English, machine translation
Commentaries (2)
- Bhagavatīvṛtti — Abhayadeva Sūri, Sanskrit
- Viyāhapannatti: ṭīkānusārī vivecana — Muni Dīparatnasāgara 2000, Gujarati
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit