Viyahapannatti 9.31.450
Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 9.31.450
- Language
- Gujarati
9.31.450
ભગવન્ ! કેવલી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસકથી ધર્મ સાંભળીને,કોઈ જીવ કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે ? ગૌતમ ! કેવલી આદિ પાસેથી સાંભળીને યાવત્ કેટલાક કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ પામે, એ પ્રમાણે જેમ ‘અશ્રુત્વા’ની વક્તવ્યતા છે, તે અહીં ‘શ્રુત્વા’ની પણ કહેવી. વિશેષ એ કે – આલાવો ‘શ્રુત્વા’નો કહેવો. બાકી બધુ સંપૂર્ણ તેમજ કહેવું. – યાવત્ – જેણે મનઃપર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ હોય, જેણે કેવળ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો હોય, તે જીવને કેવલી યાવત્ ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળીને, કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે યાવત્ કેવળજ્ઞાન ઉપાર્જે.
તે જીવને નિરંતર અઠ્ઠમ – અઠ્ઠમ તપોકર્મથી આત્માને ભાવિત કરતા પ્રકૃતિ ભદ્રકતાથી, એ જ પ્રમાણે યાવત્ ગવેષણા કરતા અવધિજ્ઞાન સમુત્પન્ન થાય, તે સમુત્પન્ન અવધિજ્ઞાનથી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અલોકમાં અસંખ્યાત લોક પ્રમાણ ખંડોને જાણે અને જુએ.
ભગવન્! તે(શ્રુત્વા અવધિજ્ઞાની)કેટલી લેશ્યામાં હોય? ગૌતમ ! છ એ લેશ્યામાં – કૃષ્ણ યાવત્ શુક્લલેશ્યા.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની) કેટલા જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! ત્રણ કે ચાર જ્ઞાનોમાં હોય. ત્રણ હોય તો આભિનિબોધિક, શ્રુત, અવધિજ્ઞાનમાં હોય, ચાર હોય તો આભિનિબોધિક – શ્રુત – અવધિ – મનઃપર્યવજ્ઞાનમાં હોય.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની)શું સયોગી હોય કે અયોગી ? ગૌતમ !આ પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ આ બધુ જેમ ‘અશ્રુત્વા’માં કહ્યું, તેમજ અહીં કહેવુ.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની) શું સવેદક હોય ? પૃચ્છા. ગૌતમ ! સવેદક હોય કે અવેદક હોય.
ભગવન્ !જો અવેદક હોય તો શું ઉપશાંત વેદક હોય કે ક્ષીણવેદક હોય ? ગૌતમ ! ઉપશાંતવેદક ન હોય, ક્ષીણવેદક હોય.
ભગવન્ ! જો સવેદક હોય તો શું સ્ત્રીવેદક હોય, પુરુષવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ – નપુંસક વેદક? ગૌતમ ! સ્ત્રી કે પુરુષ કે પુરુષ – નપુંસક વેદક હોય.
ભગવન્ ! તે(શ્રુત્વા અવધિજ્ઞાની)સકષાયી હોય કે અકષાયી? ગૌતમ! સકષાયી હોય કે અકષાયી પણ હોય.
ભગવન્ ! જો તે અકષાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણકષાયી હોય ? ગૌતમ ! ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય.
જો સકષાયી હોય તો હે ભગવન્ ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચારમાં, ત્રણમાં, બેમાં કે એક કષાયમાં હોય. જો ચારમાં હોય તો સંજ્વલન ક્રોધ – માન – માયા – લોભ ચારેમાં હોય. ત્રણમાં હોય તો સંજ્વલન માન – માયા – લોભમાં હોય, બેમાં હોય તો સંજ્વલન માયા – લોભમાં હોય. એકમાં હોય તો સંજ્વલન લોભમાં હોય.
ભગવન્ ! તે (શ્રુત્વા અવધિજ્ઞાની)ને કેટલા અધ્યવસાનો કહ્યા છે ? ગૌતમ ! અસંખ્ય. એ પ્રમાણે જેમ ‘અશ્રુત્વા’માં કહ્યું તેમ યાવત્ ઉત્તમ કેવળ જ્ઞાન, દર્શન સમુત્પન્ન થાય.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ કહે, બતાવે કે પ્રરૂપે? હા, ગૌતમ ! કહે – બતાવે અને પ્રરૂપે.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)કોઈને પ્રવ્રજિત કે મુંડિત કરે ? હા, ગૌતમ ! પ્રવ્રજિત, મુંડિત કરે.
ભગવન્ ! તે(શ્રુત્વા કેવળી)ના શિષ્યો પણ પ્રવ્રજિત, મુંડિત કરે ? હા, કરે.
ભગવન્ ! તે(શ્રુત્વા કેવળી)ના પ્રશિષ્યો પણ પ્રવ્રજિત, મુંડિત કરે ? હા, કરે.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)સિદ્ધ, બુદ્ધ યાવત્ સમસ્ત દુઃખોનાઅંતકર થાય ? હા, થાય.
ભગવન્ ! તેના શિષ્યો પણ સિદ્ધ યાવત્ અંતકર થાય ? હા, થાય.
ભગવન્ ! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ યાવત્ અંતકર થાય? હા, એ પ્રમાણે જ યાવત્ અંત કરે છે.
ભગવન્ ! શું તે(શ્રુત્વા કેવળી)ઉર્ધ્વલોકમાં હોય ઇત્યાદિ. અશ્રુત્વા માફક યાવત્ તેના એકદેશ ભાગમાં હોય.
ભગવન્ ! તે (શ્રુત્વા કેવળી)એક સમયમાં કેટલા હોય ? ગૌતમ ! જઘન્યથી એક – બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી ૧૦૮. હે ગૌતમ ! તેથી એમ કહ્યું કે – કેવલી યાવત્ કેવલી ઉપાસિકાથી ધર્મ સાંભળીને યાવત્ કેટલાક કેવળજ્ઞાન ઉપાર્જે, કેટલાક ન ઉપાર્જે, હે ભગવન્ ! તે એમજ છે.
Translations (2)
- Viyāhapannatti: Hindi translation (Dīparatnasāgara, 2019) — Hindi
- English (machine translation) — English, machine translation
Commentaries (2)
- Viyāhapannatti: ṭīkānusārī vivecana — Muni Dīparatnasāgara 2000, Gujarati
- Bhagavatīvṛtti — Abhayadeva Sūri, Sanskrit
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit