Pramāṇa · Search · About · API

Amtagadadasao 3

Aṃtagaḍadasāo: ṭīkānusārī vivecana 3

Language
Gujarati

3

‘અંતકૃત્‌-દશા’ સૂત્ર-૧ થી ૩ :– [૧/૧ થી ૧૦/૧ થી ૩]
[૧] તે કાળે, તે સમયે ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. વર્ણન, તે કાળે, તે સમયે આર્ય સુધર્મા પધાર્યા, પર્ષદા નીકળી યાવત્‌ પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્મના શિષ્ય, આર્ય જંબૂ યાવત્‌ પર્યુપાસતા હતા. તેણે પૂછ્યું – જો શ્રમણ, આદિકર યાવત્‌ સંપ્રાપ્તે સાતમાં અંગસૂત્ર ઉપાસકદશાનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્‌! આઠમાં અંગસૂત્રનો શ્રમણ ભગવંતે શો અર્થ કહ્યો છે?
હે જંબૂ! શ્રમણ ભગવંતે આઠમાં અંગ અંતકૃત્‌ દશાના આઠ વર્ગો કહ્યા છે.
ભગવન્‌! જો શ્રમણ ભગવંત મહાવીરે આઠમાં અંગ અંતકૃત્‌ દશાના આઠ વર્ગો કહ્યા છે, તો ભંતે! અંતકૃત્‌ દશાના પહેલા વર્ગના શ્રમણ યાવત્‌ સંપ્રાપ્તે કેટલા અધ્યયન કહ્યા છે? હે જંબૂ! શ્રમણ ભગવંતે યાવત્‌ આઠમાં અંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે.
[૨] તે આ – ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કાંપિલ્ય, અક્ષોભ, પ્રસેન, વિષ્ણુ [આ દશ અધ્યયનો છે.]
[૩] ભંતે! જો શ્રમણ યાવત્‌ સંપ્રાપ્તે અંતકૃદ્દશા આઠમાં અંગના પહેલાં વર્ગના દશ અધ્યયન કહ્યા છે, તો ભંતે! શ્રમણ ભગવંતે પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે?
નિશ્ચે હે જંબૂ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી, બાર યોજન લાંબી, નવ યોજન પહોળી હતી. તે ધનપતિની મતિથી બનાવેલી, સુવર્ણના પ્રાકારવાળી, વિવિધ પંચરંગી મણિના કાંગરા વડે મંડિત, સુરમ્ય, અલકાપુરી સદૃશ, પ્રમુદિત-પ્રકીડિત, પ્રત્યક્ષ દેવલોકભૂતા, પ્રાસાદીયાદિ હતી. તે દ્વારવતી નગરી બહાર ઈશાન ખૂણામાં રૈવત નામે પર્વત હતો, તે રૈવત પર્વતે નંદનવન નામે ઉદ્યાન હતું, સુરપ્રિયનો પુરાતન (જૂનું) યક્ષાયતન હતું. તે એક વનખંડથી ઘેરાયેલ હતું, મધ્યે ઉત્તમ અશોકવૃક્ષ હતું.
તે દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રહેતો હતો, તે મહાન્‌૦ રાજાનું વર્ણન કરવું. તે ત્યાં સમુદ્ર વિજયાદિ દશ દશાર્હ, બલદેવ આદિ પાંચ મહાવીર, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્દાન્તો, મહસેન આદિ ૫૬,૦૦૦ બળવાનો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજા, રુકિમણી આદિ ૧૬,૦૦૦ દેવીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ, બીજાં પણ ઘણાં ઈશ્વર યાવત્‌ સાર્થવાહો, દ્વારાવતી નગરી અને સમગ્ર અર્ધ ભરતક્ષેત્રનું આધિપત્ય કરતો યાવત્‌ વિચરતો હતો.
તે દ્વારવતી નગરીમાં અંધકવૃષ્ણિ રાજા હતો, તેનું મહા હિમવંત આદિ વર્ણન કરવું. તે રાજાને ધારિણી રાણી હતી. તે ધારિણી દેવી કોઈ દિવસે તેવી, તેવા પ્રકારની શય્યામાં સુતી હતી૦ ઈત્યાદિ મહાબલ કુમારની માફક વર્ણન કરવું.

Linked texts (1)