Vavahara 107
Vavahāra: ṭīkānusārī vivecana 107
- Language
- Gujarati
107
‘વ્યવહાર’ સૂત્ર-૧૩૯ :– [૫/૧૩૯]
બીમાર પ્રવર્તિની કોઈ પ્રમુખ સાધ્વીને કહે હે આર્ય! મારા કાળધર્મ બાદ અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત કરવી. જો પ્રવર્તિની એ કહેલ તે સાધ્વી તે પદે સ્થાપના યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ. જો તે એ પદે સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી જોઈએ. જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો સ્થાપિત કરવા જોઈએ. જો સમુદાયમાં બીજા કોઈપણ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ કહેલ સાધ્વીને જ ત્યાં સ્થાપવા.
તેણીને તે પદે સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થા સાધ્વી કહે કે હે આર્ય! તમે આ પદને અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો. જો તેણી તે પદને છોડી દે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. જો સાધર્મિણી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને પ્રવર્તિની પદ છોડવા ન કહે તો તે બધા સાધ્વીઓ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati