Pramāṇa · Search · About · API

Vavahara 109

Vavahāra: ṭīkānusārī vivecana 109

Language
Gujarati

109

‘વ્યવહાર’ સૂત્ર-૧૪૧ :– [૫/૧૪૧]
નવદીક્ષિત, બાલ અને તરુણ સાધ્વીને જો આચારકલ્પ અધ્યયન ભૂલાઈ જાય તો તેણીને પૂછવું કે હે આર્ય! તું કયા કારણે આચાર-પ્રકલ્પ અધ્યયન ભૂલી ગઈ છો, કોઈ કારણથી ભૂલી છો કે પ્રમાદથી? જો તેણી કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલી છું, તો તેણીને તે કારણે જીવન પર્યન્ત પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ આપવું કે ધારણ કરવું ન કલ્પે.
જો તેણી કહે કે અમુક કારણે વિસ્મૃત થયેલ છે. હવે હું આચારપ્રકલ્પ ફરી કંઠસ્થ કરી લઈશ એમ કહીને કંઠસ્થ કરી લે તો તેને પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ દેવું કે ધારણ કરવું કલ્પે, પરંતુ જો તે આચાર-પ્રકલ્પ પુનઃ કંઠસ્થ ન કરે તો તેણીને પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.

Linked texts (2)