Pramāṇa · Search · About · API

Vavahara 125

Vavahāra: ṭīkānusārī vivecana 125

Language
Gujarati

125

‘વ્યવહાર’ સૂત્ર-૧૫૬ :– [૬/૧૫૬]
ખંડિત, શબલ, ભિન્ન, સંક્લિષ્ટ આચારવાળી બીજા ગણથી આવેલી સાધ્વીને સેવિત દોષની આલોચના પ્રતિક્રમણ નિંદા, ગર્હા, વ્યુત્સર્ગ અને આત્મશુદ્ધિ ન કરાવી લે અને ભવિષ્યમાં પુનઃ પાપસ્થાન સેવન ન કરવાની પ્રતિજ્ઞા ઠરાવીને દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓને તેણીને ફરી–
(૧) ચારિત્રમાં ઉપસ્થાપિત કરવાનું. (૨) તેની સાથે સાંભોગિક (માંડલી) વ્યવહાર કરવો.
(૩) તેણીને સાથે રાખવી. આ ત્રણેમાંથી કશું કલ્પે નહીં.
તેણીને અલ્પકાલ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું પણ કલ્પતું નથી.

Linked texts (2)