Pramāṇa · Search · About · API

Vavahara 168

Vavahāra: ṭīkānusārī vivecana 168

Language
Gujarati

168

‘વ્યવહાર’ સૂત્ર-૧૯૮ :– [૮/૧૯૮]
સાધુ, ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો ‘જેનું આ ઉપકરણ છે તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે– હે આર્ય! આ ઉપકરણને ઓળખો છો?
જો તે કહે ‘હા, ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો નથી’ તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે. ન કોઈને આપે પણ એકાંતમાં પ્રાસૂક ભૂમિમાં પરઠવે.

Linked texts (2)