Pramāṇa · Search · About · API

Vavahara 205

Vavahāra: ṭīkānusārī vivecana 205

Language
Gujarati

205

‘વ્યવહાર’ સૂત્ર-૨૫૧ :– [૧૦/૨૫૧]
વ્યવહાર પાંચ પ્રકારે કહેલ છે. જેમકે–
(૧) આગમ, (૨) શ્રુત, (૩) આજ્ઞા, (૪) ધારણા, (૫) જીત.
(૧) જ્યાં આગમજ્ઞાની હોય, ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર કરે. (૨) જ્યાં આગમજ્ઞાની ન હોય ત્યાં શ્રુતજ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો. (૩) જ્યાં શ્રુતજ્ઞાની ન હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવો. (૪) જ્યાં ગીતાર્થની આજ્ઞા ન હોય, ત્યાં સ્થવિરોની ધારણાનુસાર વ્યવહાર કરવો. (૫) જ્યાં સ્થવિરોની ધારણા જ્ઞાન ન હોય ત્યાં સર્વાનુમત પરંપરા અનુસાર વ્યવહાર કરવો અર્થાત્‌ આ પાંચ વ્યવહારાનુસાર વ્યવહાર કરવો. આગમજ્ઞાની, શ્રુતજ્ઞાની, ગીતાર્થઆજ્ઞા, સ્થવિરોની ધારણા અને પરંપરા, તેમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય, તે સમયે તેનાથી ક્રમશઃ વ્યવહાર કરવો.
ભગવન્‌! એમ કેમ કહો છો? સાધુઓ આગમ-વ્યવહારની પ્રમુખતાવાળા હોય છે. આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી જ્યારે જે-જે વિષયમાં જે-જે વ્યવહાર ઉપલબ્ધ હોય ત્યારે-ત્યારે તે-તે વિષયમાં તે-તે વ્યવહાર મધ્યસ્થ ભાગે કરે તે સાધુ જિનાજ્ઞાનો આરાધક થાય છે.

Linked texts (2)