Pramāṇa · Search · About · API

Vavahara 43

Vavahāra: ṭīkānusārī vivecana 43

Language
Gujarati

43

‘વ્યવહાર’ સૂત્ર-૬૪ :– [૨/૬૪]
પરિહારકલ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્રાને ગ્રહણ કરી, પોતાના માટે આહાર લેવા જાય, તેને જતા જોઈને જો સ્થવિર કહે કે – ‘‘હે આર્ય! મારે યોગ્ય આહાર-પાણી લઈ આવજો, હું પણ ખાઈશ-પીશ.’’ એવું કહે ત્યારે તે સ્થવિરને માટે આહાર લેવો કલ્પે છે. ત્યાં અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં અશન યાવત્‌ સ્વાદિમ ખાવા-પીવા ન કલ્પે. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાસકમાં, જળપાત્રમાં, બંને હાથમાં કે એક હાથમાં લઈ-લઈ ખાવું-પીવું કલ્પે છે. આ અપારિહારિક સાધુનો, પારિહારિકસાધુની અપેક્ષાએ આચાર કહેલો છે

Linked texts (2)