Pramāṇa · Search · About · API

Vavahara 55

Vavahāra: ṭīkānusārī vivecana 55

Language
Gujarati

55

‘વ્યવહાર’ સૂત્ર-૭૫ :– [૩/૭૫]
આચાર્ય કે ઉપાધ્યાય કાળધર્મ પામે, ત્યારપછી નિરુદ્ધ – અલ્પવર્ષના પર્યાયવાળા સાધુને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ દેવાનું કલ્પે.
તેમને આચારપ્રકલ્પનો કંઈક અંશ અધ્યયન કરવાનું બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને પૂર્ણ કરી લે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવાનું કલ્પે છે. પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને પણ તેને પૂર્ણ ન કરે તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન કલ્પે.

Linked texts (2)