Vavahara 80
Vavahāra: ṭīkānusārī vivecana 80
- Language
- Gujarati
80
‘વ્યવહાર’ સૂત્ર-૧૦૫ :– [૪/૧૦૫]
ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ જેને અગ્રણી માનીને વિહાર કરતાં હોય તે જો કાળધર્મ પામે તો બાકીના સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવો જોઈએ. જો બીજા કોઈ સાધુ અગ્રણી થવાને યોગ્ય ન હોય અને સ્વયં રત્નાધિકે પણ આચારપ્રકલ્પ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેને માર્ગમાં વિશ્રામને માટે એક રાત્રિ રોકાતા જે દિશામાં અન્ય સ્વધર્મી વિચરતા હોય તે દિશામાં જવું કલ્પે છે. માર્ગમાં તેને વિચરવાના લક્ષ્યથી રોકાવું કલ્પતું નથી. જો રોગાદિ કારણ હોય તો અધિક રહેવું કલ્પે. રોગાદિ સમાપ્ત થતાં જો કોઈ કહે કે હે આર્ય! ‘એક કે બે રાત્રિ રોકાઓ’ તો તેને એક કે બે રાત્રિ રહેવું કલ્પે છે. પરંતુ તેથી અધિક રહેવું ન કલ્પે. જો સાધુ ત્યાં વધારે રોકાય તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati