Vavahara 87
Vavahāra: ṭīkānusārī vivecana 87
- Language
- Gujarati
87
‘વ્યવહાર’ સૂત્ર-૧૧૨ :– [૪/૧૧૨]
વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જો કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિચરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે કે– હે આર્ય! ‘તમે કોની નિશ્રામાં વિચરો છો?’ ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે. જો તે ફરી પૂછે કે હે ભદંત! કયા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો? ત્યારે તે ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય તેનું નામ કહે તથા તેઓ જેની આજ્ઞામાં રહેવા માટે કહે તેમની આજ્ઞા તથા તેમની સમીપમાં રહીને તેમના જ વચન નિર્દેશાનુસાર ‘હું રહીશ’ એ પ્રમાણે કહે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati