Mahanisiha 106
Mahānisīha: ṭīkānusārī vivecana 106
- Language
- Gujarati
106
‘મહાનિશીથ’ સૂત્ર-૨૭૧ થી ૨૭૫ :– [૨/૨/૨૭૧ થી ૨૭૫]
અશરણ તે જીવને ક્લેશ ન આપી સુખી કર્યો, તેથી અતિ હર્ષ પામે. સ્વસ્થચિત્ત થઈ વિચારે કે જો એક જીવને અભયદાન આપ્યું. હવે હું નિર્વૃત્તિ પામ્યો. ખણવાથી ઉત્પન્ન થનાર પાપકર્મના દુઃખનો પણ મેં નાશ કર્યો. ખણવાથી અને તે જીવની વિરાધનાથી હું મેળે જાણી ન શકત કે હું રૌદ્રધ્યાનમાં જાત કે આર્ત ધ્યાનમાં? તે બંને ધ્યાનથી એ દુઃખનો વર્ગ ગુણાંક કરતાં કરતાં અનંતાનંત દુઃખ સુધી પહોંચી જાત. સમયના પણ આંતરા વિના રાત-દિવસ એકધારું દુઃખ ભોગવતા મને વચ્ચે થોડો પણ વિસામો ન મળત. નરક અને તિર્યંચમાં એવું દુઃખ સાગરોમના અસંખ્યાતા કાળ સુધી ભોગવવું પડત, તે સમયે હૃદય રસરૂપ બનીને દુઃખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati