Pramāṇa · Search · About · API

Mahanisiha 110

Mahānisīha: ṭīkānusārī vivecana 110

Language
Gujarati

110

‘મહાનિશીથ’ સૂત્ર-૨૮૦ થી ૨૮૩ :– [૨/૨/૨૮૦ થી ૨૮૩]
જ્યાં જ્યાં તે ઉત્પન્ન થાય, ત્યાં ત્યાં ઘણાં ભવનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો હંમેશાં ભ્રમણ કરે છે. જે કોઈ પ્રાણીના કે કીડા-પતંગીયાદિ જીવોના અંગો, ઉપાંગો, આંખ, કાન, નાસિકા, કેડ, હાડકાં, પીઠ ભાગાદિ શરીર-અવયવોને ભાંગી નાંખે તોડી નાંખે કે ભંગાવી-તોડાવી નંખાવે અથવા તેમ કરનારને સારો માને તો તે કરેલા કર્મના ઉદયથી ઘાણીમાં તલની જેમ પીલાશે. આ રીતે એક, બે, ત્રણ, વીસ, ત્રીશ, સો હજાર કે લાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુઃખની પરંપરા પામશે.

Linked texts (2)