Pramāṇa · Search · About · API

Mahanisiha 121

Mahānisīha: ṭīkānusārī vivecana 121

Language
Gujarati

121

‘મહાનિશીથ’ સૂત્ર-૩૦૩ થી ૩૦૬ :– [૨/૩/૩૦૩ થી ૩૦૬]
મનુષ્ય જન્મ પ્રાપ્તિ છતાં તેમાં કોઢ, ક્ષય આદિ વ્યાધિવાળો થાય. જીવતો હોય પણ શરીરમાં કૃમિ થાય. અનેક માખી શરીરે બેસે, બણબણે, નિરંતર શરીરના અંગે અંગ સડતાં જાય. હાડકાં વાતા જાય. એવા દુઃખોથી પરાભવ પામેલો અતિ લજ્જનીય, નીંદનીય, ગર્હણીય, અનેકને ઉદ્વેગ કરાવનાર થાય. નિકટના સંબંધી અને બંધુને પણ અણગમતો થાય. તેવા અધ્યવસાય વિશેષથી અકામ નિર્જરાથી ભૂત કે પિશાચ-પણું પામે. પૂર્વ ભવોના શલ્યથી તેવા પરિણામ વિશેષથી અનેક ભવોના ઉપાર્જિત કર્મથી દશે દિશામાં દૂર-દૂર ફેંકાતો જાય કે જ્યાં આહાર-પાણી મુશ્કેલ હોય, શ્વાસ પણ ન લઈ શકે. તેવા વેરાન અરણ્યમાં જન્મે.

Linked texts (2)