Mahanisiha 125
Mahānisīha: ṭīkānusārī vivecana 125
- Language
- Gujarati
125
‘મહાનિશીથ’ સૂત્ર-૩૧૬ થી ૩૧૮ :– [૨/૩/૩૧૬ થી ૩૧૮]
પછી ગધેડા, ઉંટ, બળદ આદિના ભવો કરતાં ગાડાંનો ભાર ખેંચવો, ભારવહન, ખીલીવાળી લાકડીનો માર, કાદવમાં પગ ખૂંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચવો, ટાઢ, તડકો, વરસાદના દુઃખો સહેવા. વધ-બંધન-અંકન થવું. કાન-નાક છેદાવા, નિર્લાંછન-ડામ સહેવા, ઘુંસરામાં જોડાઈને ચાલવું, પરોણા-ચાબૂક-અંકુશના માર ખાવા, રાત-દિવસ સર્વકાળ જીવનપર્યન્ત દુઃખ અનુભવવું. તેવા બીજા અનેકાનેક દુઃખ-સમૂહને ચીરકાળ અનુભવીને દુઃખથી રીબાતો, આર્ત્તધ્યાન કરતો મહામુશ્કેલીથી પ્રાણોનો ત્યાગ કરે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati