Pramāṇa · Search · About · API

Mahanisiha 126

Mahānisīha: ṭīkānusārī vivecana 126

Language
Gujarati

126

‘મહાનિશીથ’ સૂત્ર-૩૧૯ થી ૩૨૩ :– [૨/૩/૩૧૯ થી ૩૨૩]
વળી તેવા કોઈ શુભ અધ્યાવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યત્વ મેળવે, પણ હજુ પૂર્વકૃત શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ હરીફને ત્યાં જન્મે ત્યાં વ્યાધિ, ખસ, ખણજાદિ રોગથી ઘેરાયેલો રહે, બધાં તેને ન જોવામાં કલ્યાણ માને. અહીં લોકોની લક્ષ્મી હરી લેવાની દૃઢ મનોભાવનાથી હૃદયમાં બળ્યા કરે. જન્મ સફળ કર્યા વિના પાછો મૃત્યુ પામે. પરિણામે વિશેષથી ફરી સ્થાવરકાયમાં ભમે, અથવા બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા ભવમાં તેવું અતિરૌદ્ર ઘોર ભયંકર મહાદુઃખ ભોગવતો ચારે ગતિરૂપ સંસારમાં દુઃસહ વેદના અનુભવતો સર્વ યોનિમાં સ્થિતિ ખપાવતો ભમ્યા કરે છે.

Linked texts (2)