Pramāṇa · Search · About · API

Mahanisiha 136

Mahānisīha: ṭīkānusārī vivecana 136

Language
Gujarati

136

‘મહાનિશીથ’ સૂત્ર-૩૪૦ થી ૩૪૪ :– [૨/૩/૩૪૦ થી ૩૪૪]
જો સમ્યક્‌ત્વની નિર્મળતા સહ કર્મ આવવાના દ્વારો બંધ કરીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અલ્પ કરે ને ઘણી નિરજ્રા કરે. આશ્રવ દ્વાર બંધ કરીને, જિનાજ્ઞા ન ખંડે, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં દૃઢ બને ત્યારે પૂર્વબદ્ધ સર્વ કર્મો ખપાવે, અલ્પસ્થિતિક કર્મ બાંધે, અનુદિત કર્મ પણ ઘોર ઉપસર્ગ પરીષહ સહી ઉદીરણા કરી ક્ષય કરે અને કર્મોને જીતે. આ રીતે આશ્રવના કારણો રોકી, સર્વ આશાતના તજીને, સ્વાધ્યયન-ધ્યાન યોગોમાં તેમજ ધીર-વીર તપમાં લીન બને. સંપૂર્ણ સંયમ ત્રિવિધે પાલન કરે, ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંતગણી કર્મ નિર્જરા કરે.

Linked texts (2)