Pramāṇa · Search · About · API

Mahanisiha 137

Mahānisīha: ṭīkānusārī vivecana 137

Language
Gujarati

137

‘મહાનિશીથ’ સૂત્ર-૩૪૫ થી ૩૪૮ :– [૨/૩/૩૪૫ થી ૩૪૮]
સર્વ આવશ્યક ક્રિયામાં ઉદ્યમવંત બનેલ, પ્રમાદ-વિષય-રાગ-કષાયાદિના આલંબન રહિત બાહ્યાભ્યંતર સર્વ સંગથી યુક્ત, રાગ દ્વેષ મોહ રહિત, નિયાણા વગરનો જ્યારે થાય, વિષયોના રાગથી નિવૃત્ત થાય, ગર્ભ-પરંપરાથી ભય પામે, આશ્રવ દ્વાર રુંધી ક્ષમાદિ યતિ-ધર્માદિમાં રહેલો હોય, તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરોહણ કરી શૈલેશીકરણને પામે છે, ત્યારે લાંબા કાળનું બાંધેલ સમગ્ર કર્મ બાળીને ભસ્મ કરે, નવું અલ્પકર્મ ન બાંધે, ધ્યાન યોગ અગ્નિમાં પાંચ હ્રસ્વાક્ષરકોમાં ભવ સુધી ટકનાર બધાં કર્મ બાળીને ભસ્મ કરી દે છે.

Linked texts (2)