Mahanisiha 153
Mahānisīha: ṭīkānusārī vivecana 153
- Language
- Gujarati
153
‘મહાનિશીથ’ સૂત્ર-૩૮૭ :– [૨/૩/૩૮૭]
ભગવન્! આપ કેમ કહો છો કે સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન કરવી, તેની સાથે વાતો ન કરવી, વસવાટ ન કરવો, માર્ગમાં એકલાં ન ચાલવું? ગૌતમ! સર્વ સ્ત્રી સર્વ પ્રકારે અતિ ઉત્કટ મદ અને વિષયાભિલાસના રાગથી ઉત્તેજિત બનેલી હોય છે. સ્વભાવથી તેણીનો કામાગ્નિ નિરંતર સળગતો રહે છે. વિષયો પ્રતિ તેણીનું ચંચળ ચિત્ત દોડે છે. હૃદયમાં કામાગ્નિ પીડે છે. સર્વ દિશા-વિદિશામાં વિષયોને પ્રાર્થે છે. સર્વ પ્રકારે પુરુષાભિલાષી હોય છે.
તે કારણે જ્યાં સુંદર કંઠથી કોઈ સંગીન ગાય તો તે કદાચ રૂપવાન કે કદરૂપો હોય, તાજા યૌવનવાળો કે વીતી ગયેલ યૌવનવાળો હોય, જોયેલ ન હોય કે ન હોય, ઋદ્ધિવાળો કે વગરનો હોય, નવીન સમૃદ્ધિ મેળવેલ હોય કે ન હોય, કામભોગથી કંટાળેલો કે વિષયાભિલાષી હોય, જર્જરીત દેહ હોય કે મજબૂત બાંધાવાળો, મહાસત્વી હોય કે હીનસત્વી, મહા પરાક્રમી હોય કે કાયર, શ્રમણ હોય કે ગૃહસ્થ બ્રાહ્મણ હોય કે નિંદિત અધમ હીનજાતિક, ત્યાં પોતાની શ્રોત ચક્ષુ રસના ઘ્રાણ સ્પર્શન ઈન્દ્રિયના ઉપયોગથી તુરંત જ વિષય પ્રાપ્તિ માટે તર્ક, વિતર્ક, વિચાર અને એકાગ્રચિત્ત વાળી બનશે. તેનાથી તેણીનું ચિત્ત ક્ષોભાયમાન થશે. વળી ચિત્તમાં મને આ મળશે કે નહીં તેવી દ્વિધામાં પડશે.
ત્યારપછી શરીરે પરસેવો છૂટશે. પછી આલોક-પરલોકમાં આવી અશુભ વિચારણાથી નુકસાન થશે. તેના વિપાકો ઓછા-વત્તા પ્રમાણમાં ભોગવવા પડશે. તે વાત તે સમયે તેના મગજમાંથી ભૂંસાઈ જાય છે. જેવું એ વિસરાઈ જાય કે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ, મર્યાદાનો ત્યાગ કરીને ઊંચા સ્થાનેથી નીચા સ્થાને બેસી જાય છે. પરિણામની અપેક્ષાથી હલકા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે, તેટલામાં અસંખ્યાતા સમય અને આવલિકા વીતી જાય છે.
જેટલામાં અસંખ્યાતા સમય અને આવલિકા ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી કર્મની જે સ્થિતિ બંધાય છે અને બીજે, ત્રીજે સમયે, એમ દરેક સમયે યાવત્ અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળના સમયે-સમયે સંખ્યાત-અસંખ્યાત-અનંતગુણ કર્મસ્થિતિ એકઠી કરે છે. યાવત્ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નારક-તિર્યંચની ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ ઉપાર્જન કરે. આ પ્રમાણે સ્ત્રી વિષયક સંકલ્પાદિ યોગે ક્રોડો લાખ કાળચક્ર સુધી ભોગવવા યોગ્ય ઉક્ત સ્થિતિ ઉપાર્જે છે.
ત્યાંથી નીકળીને ભવાંતરમાં કેવી સ્થિતિ અનુભવવી પડે તે જણાવે છે – સ્ત્રી પ્રતિ દૃષ્ટિ કે કામરાગથી, તે પાપની પરંપરાથી કદરૂપતા, શ્યામદેહી, તેજ-કાંતિ રહિત, લાવ્ય-શોભા રહિત, વિનષ્ટ તેજ-સૌભાગ્ય, તેને જોઈ બીજા ઉદ્વેગ પામે તેવા શરીરવાળો થાય છે. તેની સ્પર્શેન્દ્રિય સીદાય છે, પછી નેત્રો અંગોપાંગ જોવાને રાગવાળા અને લાલવર્ણી બને છે. મદપૂર્ણ બને છે.
કામની રાગાંધતાથી અતિભારે દોષો, બ્રહ્મવ્રત ભંગ, નિયમભંગને ગણતી નથી, અતિ ઘોર પાપ કર્માચરણને, શીલખંડનને ગણકારતી નથી, સર્વથી ચડીયાતા પાપકર્માચરણો, સંયમ વિરાધના ગણકારતી નથી. ઘોર અંધકારપૂર્ણ નારકીરૂપ પરલોકના ભયને ગણતી નથી. આત્માને ભૂલી જાય છે, પોતાના કર્મો અને ગુણ-સ્થાનકને નથી ગણતી. દેવાદિને અલંઘનીય એવી જિનાજ્ઞાને ગણતી નથી. ચોર્યાશી લાખ યોનિમાં લાખો વખત પરિવર્તન અને ગર્ભ-પરંપરા અનંતી વખત કરવાની વાત વીસરી જાય છે, અર્ધ-પલકારો કાળ પણ જેમાં સુખ નથી અને ચારે ગતિમાં એકાંત દુઃખ છે તે દેખવા લાયક ન દેખાતી, ન દેખવા યોગ્ય દેખે છે.
સર્વજન સમુદાય એકઠો થયેલ છે. તેની વચ્ચે બેઠેલી, ઉભેલી, આડી પડેલી, સુતેલી કે ચાલતી સર્વ લોકોથી જોવાતી ઝગમગાટ કરતા સૂર્યના કિરણોના સમૂહથી દશે દિશામાં તેજરાશિ ફેલાવા છતાં પોતે એમ માનતી કે સર્વ દિશાઓ અંધકારમય જ છે. રાગાંધ અને કામાંધ બનેલી એમ માનતી કે જાણે કોઈ દેખતુ કે જાણતું નથી. રાગાંધ થયેલી તે અતિ મહાભારે દોષવાળા વ્રતભંગ, શીલખંડન, સંયમ વિરાધના, પરલોક ભય, આજ્ઞાભંગ, આજ્ઞા અતિક્રમણ, સંસારમાં અનંતકાલ ભ્રમણ તે રૂપ ભય દેખતી નથી, ગણકારતી નથી. ન જોવાલાયક જીવે છે. સર્વને પ્રત્યક્ષ સૂર્યની હાજરી છતાં સર્વ દિશાભાગોમાં અંધકાર વ્યાપેલો માને છે.
જેનો સૌભાગ્યાતિશય સર્વથા ઉડી ગયો છે, પડેલા મુખવાળી, ફીક્કા-કરમાયેલા દુર્દર્શનીય વદન-કમળવાળી થાય છે. ત્યારે અતિ તરફડતી થાય છે. વળી તેના કમલપુટ, નીતંબ, વસ્તીપ્રદેશ, જઘન, બાહુ, વક્ષઃસ્થળ, કંઠપ્રદેશ ધીમે-ધીમે સ્ફૂરાયમાન થાય છે. પછી ગુપ્ત અને પ્રગટ અંગો વિકારી બને છે. તેના સર્વે અંગોપાંગ કામદેવના બાણોથી ભેદાઈને જર્જરીત સમાન થાય છે. આખા દેહ પર રોમાંચ ખડા થાય છે. મદનના બાણથી ભેદાઈને શરીર જર્જરીત થાય તેટલામાં શરીરમાં રહેલી ધાતુઓ કંઈક ચલાયમાન થાય છે.
ત્યારપછી શરીર પુદ્ગલ, નીતંબ, સાથળ, બાહુ કામદેવના બાણથી અતિ પીડાય છે. શરીર પરનો કાબૂ સ્વાધીન રહેતો નથી. નીતંબ અને શરીરને મહામુશ્કેલીથી ધારણ કરે છે. તેમ કરતાં પોતાની શરીર અવસ્થાની સ્થિતિ પોતે જાણી કે સમજી શકતી નથી, પછી બાર સમયમાં શરીરથી કંઈક નિશ્ચેત થઈ જાય છે. શ્વાસોચ્છ્વાસ સ્ખલિત થાય અને મંદમંદ લે છે.
આવી વિચિત્ર પ્રકારે અવસ્થા, કામચેષ્ટા પામે છે અને જાણે કોઈ વળગાડ વળગ્યો હોય, ચપળ પિશાચે વિશાચે શરીરમાં પ્રવેશ કર્યો હોય તેમ સંબંધ વગરની વાણી બબડે છે. મન ફાવે તેવો બકવાસ કરે છે અર્થાત્ કામાવસ્થામાં ગમે તેમ અસંબંધ વચનો બોલે. કામ સમુદ્રના વિષના વર્તમા અથડાતી મોહોત્પાત કામ વચનોથી દેખેલ કે ન દેખેલ મનોહર રૂપવાળા કે વગરના યુવાન કે યુવાની રહિત, ઉગતી જુવાની કે મહા-પરાક્રમીને, હીનસત્વી કે સત્પુરુષને કે પછી બીજા કોઈ નિંદિત, અધમ, હીનજાતિક પુરુષને કામાભિપ્રાયથી ભય પામતી-પામતી સંકોચાતી સંકોચાતી આમંત્રીને બોલાવે છે. એમ સંખ્યાતા ભેદવાળા રાગયુક્ત સ્વર અને કટાક્ષ દૃષ્ટિથી તે પુરુષને બોલાવે છે અને તેનું રાગથી નિરીક્ષણ કરે છે.
તે સમયે નારકી અને તિર્યંચ બંને ગતિને યોગ્ય અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કે કાળચક્ર પ્રમાણની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પાપકર્મ બાંધે. પણ કર્મબંધ સ્પૃષ્ટ ન કરે. હવે તે જે સમયે પુરુષ શરીરના અવયવને સ્પર્શવા સન્મુખ થાય, પણ હજુ સ્પર્શ કર્યો નથી. તે સમયની કર્મ સ્થિતિ બદ્ધ સ્પૃષ્ટ કરે પણ બદ્ધ નિકાચિત ન કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati