Mahanisiha 155
Mahānisīha: ṭīkānusārī vivecana 155
- Language
- Gujarati
155
‘મહાનિશીથ’ સૂત્ર-૩૮૯ :– [૨/૩/૩૮૯]
ભગવન્! કયા કારણે એમ કહ્યું? ગૌતમ! બદ્ધ કર્માવસ્થા સુધી પહોંચેલી તે પાપી સ્ત્રી પુરુષનો સંગ પામે તો કર્મ નિકાચિતપણે પરિણમે, બદ્ધ સ્પૃષ્ટ નિકાચિત કર્મથી બિચારી તેવા પ્રકારના અધ્યવસાય પામીને તેનો આત્મા સ્થાવરપણામાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરે, પણ બેઈન્દ્રિયત્વ ન પામે. એ પ્રમાણે મહાકષ્ટે અનંતા કાળે એકેન્દ્રિયપણાની ભવસ્થિતિ ભોગવીને એકેન્દ્રિયપણાનું કર્મ ખપાવે. પછી બે-ત્રણ-ચાર ઈન્દ્રિયપણું ક્લેશથી ભોગવીને પંચેન્દ્રિય મનુષ્યપણામાં કદાચ આવી જાય તો પણ દુર્ભાગી સ્ત્રીપણું પામે છે.
નપુંસકપણે ઉત્પન્ન થાય. વળી તિર્યંચપણામાં અપાર વેદના ભોગવે. નિરંતર હાહાકાર કરતી, વળી જ્યાં કોઈ શરણ્ય નથી. સ્વપ્ને પણ સુખ જે ગતિમાં જોવા ન મળે, હંમેશાં સંતાપ ભોગવતા અને ઉદ્વેગ પામતા હોય, સગા-સ્નેહી-સ્વજન આદિથી રહિત જન્મ-પર્યન્ત કુત્સનીય, ગર્હણીય, નિંદનીય, તિરસ્કરણીય એવા કર્મો કરીને, અનેકની ખુશામતો કરીને, સેંકડો મીઠાં વચનોથી આજીજી કરીને તે લોકોના પરાભવ વચન સાંભળીને મહામુસીબતે ઉદર પોષતા ચારે ગતિમાં ભટકવું પડે છે. ગૌતમ! બીજું એ સમજવાનું કે જે પાપી સ્ત્રીએ બદ્ધ, સ્પૃષ્ટ અને નિકાચિત કર્મસ્થિતિ ઉપાર્જન કરી તે સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષ પણ તેની સ્થિતિ કરતાં ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટતમ એવી અનંત કર્મસ્થિતિ ઉપાર્જે, તેને બદ્ધ સ્પૃષ્ટ અને નિકાચિત કરે. તે કારણે હે ગૌતમ! એમ કહ્યું કે જે પુરુષ તેનો સંગ કરે છે તે અધન્ય છે. કરતો નથી તે ધન્ય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati