Pramāṇa · Search · About · API

Mahanisiha 160

Mahānisīha: ṭīkānusārī vivecana 160

Language
Gujarati

160

‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૪ :– [૨/૩/૩૯૪]
વળી, જે વિમધ્યમ પુરુષ હોય તે સ્વપત્ની સાથે આ પ્રમાણે કર્મ સેવન કરે, પણ પરસ્ત્રી સાથે તેવું અયોગ્ય કર્મ ન સેવે. પરંતુ પરસ્ત્રી સાથે આવો પુરુષ જો પછી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય? કોઈ તેવો ભવ્ય આત્મા જીવાદિ નવ પદાર્થોનો જાણકાર હોય, આગમશાસ્ત્રાનુસાર ઉત્તમ સાધુને ધર્મોપકારી, આહારાદિ દાન દેનાર, દાનાદિ ચતુર્વિધ ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન કરતો હોય. કોઈપણ પ્રકારે ગમે તેવા સંકટમાં પણ ગૃહીત નિયમો અને વ્રતોનો ભંગ ન કરે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યત્વ કે ઉત્તમ દેવત્વ, તેમજ સમ્યક્‌ત્વથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ કે આભિગમિક સમ્યક્‌ત્વ થઈ ઉત્તરોત્તર ૧૮,૦૦૦ શીલાંગધર થઈ આશ્રવદ્વારોનો બંધ કરીને કર્મરજ અને પાપમલથી રહિત બની પાપકર્મોને ખપાવીને સિદ્ધિગતિ પામે.

Linked texts (2)