Pramāṇa · Search · About · API

Mahanisiha 161

Mahānisīha: ṭīkānusārī vivecana 161

Language
Gujarati

161

‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૫ :– [૨/૩/૩૯૫]
જે અધમપુરુષ હોય તે સ્વ કે પરસ્ત્રીમાં આસક્ત મનવાળો હોય, દરેક સમયમાં ક્રૂર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય. આરંભ-પરિગ્રહાદિ વિશે તલ્લીન મનવાળો હોય. તેમજ વળી જે ધમાધમ પુરુષ હોય તે મહાપાપ કર્મ કરનાર સર્વ સ્ત્રીઓનો વચન, માયા, કાયાથી ત્રિવિધે દરેક સમય અભિલાષ કરે. અત્યંત ક્રૂર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્યકાળ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારીપણું સમજવું.

Linked texts (2)