Pramāṇa · Search · About · API

Mahanisiha 162

Mahānisīha: ṭīkānusārī vivecana 162

Language
Gujarati

162

‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૬ :– [૨/૩/૩૯૬]
ભગવન્‌! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એકસરખું અનંત સંસારીપણું આમ જણાવ્યું. તો અધમ અને અધમાધમ વચ્ચ તફાવત શો? ગૌતમ! અધમપુરુષ સ્વ કે પરસ્ત્રીમાં આસક્ત મનવાળો, ક્રૂર પરિણામ ચિત્ત, આરંભ-પરીગ્રહ તલ્લીન હોવા છતાં પણ દીક્ષિત સાધ્વી તેમજ શીલસંરક્ષણની ઈચ્છાવાળો હોય, પૌષધ-વ્રત-ઉપવાસ પ્રત્યાખ્યાનમાં ઉદ્યમવાળી દુઃખી ગૃહસ્થ સ્ત્રીના સહવાસમાં આવી પડી હોય, તેને અયોગ્ય અતિચારની માંગણી કરે, પ્રેરણા કરે, આમંત્રણ કરે, પ્રાર્થના કરે તો પણ કામવશ બની દુરાચાર ન સેવે.
પરંતુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા, બહેન વગેરે યાવત્‌ દીક્ષિત સાધ્વીની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન કરે. તે કારણે તેને મહાપાપી અધમાધમ પુરુષ કહ્યો.
જે અધમ પુરુષ છે તે અનંતા કાળે બોધિ પ્રાપ્ત કરી શકે છે, પણ મહાપાપ કર્મકર્તા દીક્ષિત સાધ્વી સાથે પણ કુકર્મ કર્તા અધમાધમ પુરુષ અનંતી વખત અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા અધિકારી બનતો નથી. એ બીજો તફાવત જાણવો.

Linked texts (2)