Mahanisiha 17
Mahānisīha: ṭīkānusārī vivecana 17
- Language
- Gujarati
17
‘મહાનિશીથ’ સૂત્ર-૩૩ થી ૩૭ :– [૧/–/૩૩ થી ૩૭]
ભગવન્! દુઃખે ઉદ્ધરી શકાય તેવું, દુઃખદાયી આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું, તે પણ ઘણાં જાણતા નથી. હે ગૌતમ! આ પાપશલ્ય સર્વથા મૂળથી ઉખેડી દેવાનું કહેલ છે. ગમે તેવું દુર્ધર શલ્ય હોય તેને અંગોપાંગ સહિત ભેદી નાંખવાનું જણાવેલ છે.
પહેલું સમ્યગ્દર્શન, બીજું સમ્યગ્જ્ઞાન, ત્રીજું સમ્યગ્ચારિત્ર આ ત્રણે એકીરૂપ થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને છે અને પાપ-શલ્ય અતિ ઊંડાણ સુધી પહોંચેલું હોય, દેખાતું ન હોય, હાડકાં સુધી ગયેલું અને અંદર રહેલું હોય, સર્વે અંગોપાંગમાં ખૂંચી ગયેલ હોય, અંદર-બહારના ભાગે પીડા કરતું હોય, તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati