Mahanisiha 18
Mahānisīha: ṭīkānusārī vivecana 18
- Language
- Gujarati
18
‘મહાનિશીથ’ સૂત્ર-૩૮ થી ૪૦ :– [૧/–/૩૮ થી ૪૦]
ક્રિયા રહિત જ્ઞાન નિરર્થક છે. જ્ઞાન રહિત ક્રિયા પણ સફળ થતી નથી. જેમ દેખતો લંગડો અને દોડતો આંધળો દાવાનળમાં બળી મર્યા. તેથી હે ગૌતમ! બંનેના સંયોગે કાર્યસિદ્ધિ થાય છે. એક ચક્ર કે પૈડાનો રથ ન ચાલે. જ્યારે આંધળો ને લંગડો બંને એકરૂપ બન્યા અર્થાત્ લંગડાએ માર્ગ બતાવ્યો તે રીતે આંધળો ચાલ્યો, તો બંને દાવાનળ વાળા વનને વટાવી ઈચ્છેલા નગરે નિર્વિઘ્ને સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે, તપ આત્મશુદ્ધિ કરે અને સંયમ ઈન્દ્રિય અને મનને આડે માર્ગે જતાં રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો મોક્ષ થાય છે, અન્યથા મોક્ષ થતો નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati