Mahanisiha 170
Mahānisīha: ṭīkānusārī vivecana 170
- Language
- Gujarati
170
‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૪ :– [૨/૩/૪૦૪]
જો તે સ્ત્રી વેદના ન સહે, અકાર્યાચરણ કરે, તો તે સ્ત્રી અધન્યા, અપુન્યવંતી, અપૂજ્યા, અદર્શનીય, અલક્ષણી, ભંગ ભાગ્યા, સર્વે અમંગલ અને અકલ્યાણના કારણવાળી, શીલ-ભ્રષ્ટા, આચાર-ભ્રષ્ટા, નિંદનીયા, તિરસ્કાર્ય, ધૃણા યોગ્યા, મહાપાપીણી અપવિત્રા છે. ગૌતમ! સ્ત્રીઓ આપલ્ય, ભય, કાયરતા, લોલૂપતા, ઉન્માદ, કંદર્પ, અભિમાન, પરાધીનતા અને બળાત્કારથી જાણી-જોઈને આ સ્ત્રીઓ શીલ-સંયમથી ભ્રષ્ટ થાય છે. દૂરસ્થ માર્ગ, ગામ, નગર, રાજધાનીમાં વંશ તજ્યા વિના પુરુષ સાથે અયોગ્ય આચરણ કરે, વારંવાર પુરુષ ભોગવવા અભિલષે, પુરુષ સાથે ક્રીડા કરે તો પૂર્વે કહ્યા પ્રમાણે તે પાપિણી દેખવા લાયક પણ નથી.
તે જ પ્રમાણે કોઈક સાધુ તેવી સ્ત્રીને જુએ પછી ઉન્માદ, અભિમાન, કંદર્પ, પરાધીનતા અને સ્વ-ઈચ્છાથી જાણી-જોઈને, પાપના ડર વિના કોઈક આચાર્ય સધુ, રાજાથી પ્રશંસિત, વાયુલબ્ધિક, તપલબ્ધિક, યોગલબ્ધિક, વિજ્ઞાનલબ્ધિક, યુગપ્રધાન, પ્રવચન પ્રભાવક એવા મુનિ પણ જો તે કે બીજી સ્ત્રી સાથે રમણ કરે, અભિલાષા કરે, ભોગવવા ઈચ્છે, ભોગવે યાવત્ અતિ રાગથી અનાચરણીય સેવે, તો તે મુનિ અતિ દુષ્ટ, તુચ્છ, ક્ષુદ્રલક્ષણ, અધન્ય, અવંદનીય, અદર્શનીય, અહિતકારી, અપ્રશસ્ત, અકલ્યાણકર, અમંગલ, નિંદનીય, ગર્હણીય, તિરસ્કાર્ય, દુગંછનીય, પાપી-મહાપાપી-અતિ મહાપાપી, ભ્રષ્ટશીલ, ભ્રષ્ટ ચારિત્રી, તથા મહાપાપકર્મ કરનાર છે.
તેથી જ્યારે તે પ્રાયશ્ચિત્તાર્થે તૈયાર થાય ત્યારે મંદજાતિ કે અશ્વવત્, વજ્રઋષભનારાચ સંઘયણી, ઉત્તમ પરાક્રમી, ઉત્તમ સત્ત્વવાળા, ઉત્તમ તત્ત્વજ્ઞાતા, ઉત્તમ વીર્ય, સામર્થ્યવાન ઉત્તમ સંયોગવાળા ધર્મશ્રદ્ધા વાળા, પ્રાયશ્ચિત્ત કરતી વેળા ઉત્તમ સમાધિમરણ સ્થિતિ અનુભવતા હોય છે. ગૌતમ! તેથી તેવા સાધુને શાસ્ત્રોમાં મહાનુભાવ, પાપસ્થાનક પરિહારી, બ્રહ્મચર્ય ગુપ્તિ પાલકાદિ ગુણવાળા કહ્યા છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati