Mahanisiha 171
Mahānisīha: ṭīkānusārī vivecana 171
- Language
- Gujarati
171
‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૫ :– [૨/૩/૪૦૫]
ભગવન્! શું પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જાય? ગૌતમ! કેટલાંકની થાય અને કેટલાંકની ન થાય. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ! જે કોઈ પુરુષ માયા, દંભ, કપટ, ઠગવાના સ્વભાવવાળા હોય, વાકાચારી હોય, તે આત્મા શલ્યિત રહીને પ્રાયશ્ચિત્ત સેવે છે. તેનું અંતઃકરણ વિશુદ્ધ ન હોવાથી કલુષિત આશય છે તેથી તેમની શુદ્ધિ થતી નથી. કેટલાંક આત્મા સરળ હોય છે. જેથી જેમ દોષ લાગ્યો હોય તેમ ગુરુને યથાર્થ નિવેદન કરે છે. તેથી તેઓ નિશલ્ય, નિઃશંક તદ્દન સ્પષ્ટપણે પ્રગટ આલોચના સ્વીકારી યથોક્ત પ્રાયશ્ચિત્ત સેવે. તે નિર્મળતા નિષ્કલુષતાથી વિશુદ્ધ થાય છે. તે કાળે એમ કહેવાય છે કે નિઃશલ્યાશય શુદ્ધ થાય, શલ્યિત શુદ્ધ ન થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati