Mahanisiha 172
Mahānisīha: ṭīkānusārī vivecana 172
- Language
- Gujarati
172
‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૬, ૪૦૭ :– [૨/૩/૪૦૬, ૪૦૭]
ગૌતમ! આ સ્ત્રીઓ પુરુષો માટે સર્વે પાપકર્મોની, સર્વે અધર્મોની ઘનવૃષ્ટિરૂપ વસુધારા સમાન છે, મોહ અને કર્મરજના કાદવની ખાણ સમાન, સદ્ગતિના માર્ગની અર્ગલા, નરક માટે નિસરણી, ભૂમિહીન વિષવેલ, અગ્નિહીન અંબાડીયું, ભોજન રહિત વિસૂચિકા, નામહીન વ્યાધિ, ચેતનારહિત મૂર્ચ્છા, ઉપસર્ગ રહિત મરકી, બેડી રહિત કેદ, દોરડા રહિત ફાંસો, અકસ્માત મૃત્યુ, એ સર્વે ઉપમા સ્ત્રીને લાગુ પડી શકે. આવા અસુંદર વિશેષણવાળી સ્ત્રી સાથે પુરુષે મનથી પણ ભોગ ચિંતા ન કરવી, અધ્યવસાય ન કરવો, પ્રાર્થના ધારણા વિકલ્પ – સંકલ્પાદિ ત્રિવિધે ન કરવા.
ગૌતમ! જેમ કોઈ વિદ્યા કે મંત્રના અધિષ્ઠાતા તેના સાધકની ખરાબ હાલત કરે, તેમ સ્ત્રી પણ પુરુષની દુર્દશા કરીને કલંક ઉત્પાદક થાય છે. હિંસાનો સંકલ્પ કરનારને જેમ ધર્મ ન સ્પર્શે તેમ સ્ત્રીના સંકલ્પકર્તાને ધર્મ ન સ્પર્શે. ચારિત્રમાં સ્ખલના થઈ હોય તો સ્ત્રીના સંકલ્પવાળાને આલોચના, નિંદા, ગ્રહા, પ્રાયશ્ચિત્તનો અધ્યવસાય ન થાય. આલોચનાદિ ન કરવાથી અનંતકાળ સુધી દુઃખ સમૂહવાળા સંસારમાં ભમવું પડે છે. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરી હોવા છતાં પણ ફરી તેના સંસર્ગમાં આવવાથી અસંયમ પ્રવૃત્તિ કરવી પડે છે. મહાપાપ કર્મરાશિ સમ, સાક્ષાત્ હિંસા પિશાચિણી સમ, ત્રણે લોકથી તિરસ્કાર પામેલી, પરલોકના નુકસાનને ન જોનારા, ઘોરધંકાર પૂર્ણ નરકાવાસ સમ, નિરંતર અનેક દુઃખના નિધાન સમ, સ્ત્રીના અંગોપાંગ, મર્મસ્થાનો કે તેના રૂપ લાવણ્ય-મીઠી વાચાળતા કે કામરાગ વૃદ્ધિ કર તેના દર્શનનો અધ્યવયસાય પણ ન કરવો.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati