Pramāṇa · Search · About · API

Mahanisiha 173

Mahānisīha: ṭīkānusārī vivecana 173

Language
Gujarati

173

‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૮ :– [૨/૩/૪૦૮]
ગૌતમ! સ્ત્રીઓ પ્રલયકાળની રાત્રિ સમ હંમેશાં અંધકાર અજ્ઞાનથી લીંપાયેલ હોય છે. વીજળી સમ ક્ષણમાં જોતાં જ નાશ પામવાના સ્નેહ સ્વભાવવાળી, શરણાગત ઘાતકની જેમ તત્કાળ જન્મ આપેલ બાળકના જીવનું જ ભક્ષણ કરનાર સમ મહાપાપ કરનારી સ્ત્રીઓ હોય છે. પવનયોગે ઉછળતી લવણસમુદ્ર વેળા સમાન અનેક પ્રકારના તરંગોની શ્રેણીની જેમ એક સ્થાને એક સ્વામીના વિશે સ્થિર મન કરીને ન રહેનારી, સ્વયંભૂ રમણ સમુદ્ર માફક સ્ત્રીઓનું હૃદય અતિ ગૂઢ હોય છે, જેથી તેને પરખવું મુશ્કેલ છે. સ્ત્રીઓ પવન સમાન ચંચળ સ્વભાવી, અગ્નિ સમ સર્વભક્ષી, વાયુ જેમ સર્વને સ્પર્શ કરનારી, ચોરની જેમ પરપદાર્થ પ્રાપ્તિની લાલસાવાળી હોય છે.
કૂતરાને રોટલાંનો ટૂકડો આપો એટલો વખત મિત્ર બની જાય, તેમ જ્યાં સુધી સ્ત્રીને ધન આપો, ત્યાં સુધી મૈત્રી રાખનારી પછી વૈરીણી થનારી. મત્સ્યો મોજામાં ભેગા થઈ કાંઠે છૂટા પડે તેમ નજીક હોય ત્યાં સુધી સ્નેહ રાખનારી, દૂર જતાં ભૂલી જનારી હોય છે. આ રીતે અનેક લાખો દોષોથી ભરેલા એવા અંગોપાંગવાળી, બાહ્ય અને અભ્યંતર અવિનયરૂપ મહાપાપકારી, વિષયની વેલડી, અવિનયના કારણે અનર્થના સમૂહને ઉત્પન્ન કરનારી સ્ત્રીઓ હોય છે.
જે સ્ત્રીના શરીરથી નિરંતર ઝરતા દુર્ગન્ધી, અશુચિ, સડેલ, કુત્સ્નીય, નિંદનીય, તિરસ્કારણીય અંગોપાંગવાળી, પરમાર્થથી વિચારતા તેના અંદર અને બહારના શરીરના અવયવોથી જ્ઞાત, મહાસત્વશાળી, કામદેવથી કંટાળેલા, વૈરાગ્ય પામેલા આત્માઓને જ્ઞાત, સર્વોત્તમ ઉત્તમ ધર્માધર્મ સ્વરૂપ સમજેલાને આવા પ્રકારની ઉક્ત સ્ત્રીની અભિલાષા ક્ષણવાર પણ કેમ થાય?

Linked texts (2)