Pramāṇa · Search · About · API

Mahanisiha 175

Mahānisīha: ṭīkānusārī vivecana 175

Language
Gujarati

175

‘મહાનિશીથ’ સૂત્ર-૪૧૧ :– [૨/૩/૪૧૧]
ભગવન્‌! સ્ત્રી સાથે સંલાપ ન કરવો, અંગોપાંગ ન જોવા કે મૈથુન સેવન તજવું? ગૌતમ! તે બધું છોડવું. ભગવન્‌! સ્ત્રીના સમાગમરૂપ મૈથુન જવું કે ઘણાં પ્રકારે સચિત્ત-અચિત્ત વસ્તુ વિષયક મૈથુન પરિણામ ત્રિવિધે સર્વથા યાવજ્જીવન તજવા? હે ગૌતમ! તે સવે સર્વ પ્રકારે ત્યાગ કરવા.
ભગવન્‌! જે કોઈ સાધુ-સાધ્વી મૈથુન સેવે, તે વંદન કરાવે? ગૌતમ! જે કોઈ સાધુ-સાધ્વી દિવ્ય-માનુષી કે તિર્યંચ સંગથી યાવત્‌ હસ્ત-કર્માદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટાધ્યવસાયથી ત્રિવિધે પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરીને મૈથુન સેવડાવે, સેવતાને સારા માને, કૃત્રિમ અને સ્વાભાવિક ઉપકરણથી તે જ પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધે મૈથુન સેવે-સેવડાવે-અનુમોદે, તે સાધુ-સાધ્વી દુરંત વિપાકી, અસુંદર, અતિ ખરાબ, અદર્શનીય, સંસારમાર્ગ સેવી, મોક્ષમાર્ગથી દૂર, મહાપાપકર્મા છે.
તે વંદન કરવા-કરાવવા કે કરનારને સારો માનવા લાયક નથી. ત્રિવિધે અવંદ્ય છે. જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ ન થાય, ત્યાં સુધી બીજા પાસે વંદન ન કરાવે.
ભગવન્‌! એવાને વંદન કરનાર શું મેળવે? ૧૮,૦૦ શીલાંગધારી મહાનુભાવ તીર્થંકરની મહાન આશાતના કરનારો થાય, આશાતનાથી યાવત્‌ અનંત સંસારીપણું મેળવે છે.

Linked texts (2)