Mahanisiha 192
Mahānisīha: ṭīkānusārī vivecana 192
- Language
- Gujarati
192
‘મહાનિશીથ’ સૂત્ર-૪૩૮ થી ૪૪૩ :– [૨/૩/૪૩૮ થી ૪૪૩]
ગૌતમ! મોક્ષમાર્ગ બે ભેદે છે – ઉત્તમ શ્રમણનો, ઉત્તમ શ્રાવકનો. પહેલો મહાવ્રતધારીનો, બીજો અણુવ્રત ધારીનો. સાધુએ ત્રિવિધે ત્રિવિધે સર્વ પાપવ્યાપાર આજીવન તજેલ છે. મોક્ષસાધનભૂત ઘોર મહાવ્રતો શ્રમણોએ સ્વીકારેલ છે. ગૃહસ્થે પરિમિત કાલ માટે વિવિધ એકવિધ કે ત્રિવિધે સ્થૂલપણે સાવદ્ય ત્યાગ કર્યો છે. જ્યારે સાધુએ ત્રિવિધ ત્રિવિધે મૂર્ચ્છા, ઈચ્છા, આરંભ, પરીગ્રહનો ત્યાગ કર્યો છે. પાપ વોસીરાવીને જિનલિંગ વેશને ધારણ કરેલ છે. જ્યારે ગૃહસ્થો ઈચ્છા, આરંભ પરીગ્રહના ત્યાગ વિના સ્વ-સ્ત્રીમાં આસક્ત રહીને જિનેશ્વરના વેશને ધારણ કર્યા વિના શ્રમણોની સેવા કરે છે. માટે ગૌતમ! એક દેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રતપાળે છે, તેથી તેના માર્ગથી ગૃહસ્થને આશાતના થતીનથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati