Mahanisiha 216
Mahānisīha: ṭīkānusārī vivecana 216
- Language
- Gujarati
216
‘મહાનિશીથ’ સૂત્ર-૪૮૮ :– [૩/–/૪૮૮]
તેમાં અપ્રશસ્ત જ્ઞાનકુશીલ ૨૯ પ્રકારે જાણવા– (૧) સાવદ્યવાદ વિષયક મંત્ર-તંત્રના પ્રયોગ કરવારૂપ કુશીલ. (૨) વિદ્યા મંત્ર-તંત્ર ભણવા-ભણાવવા તે વસ્તુવિદ્યા કુશીલ. (૩) ગ્રહણ, નક્ષત્ર-ચાર જ્યોતિષ શાસ્ત્ર જોવા, કહેવા, ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૪) નિમિત્ત કહેવા, શરીરના લક્ષણો જોવા, તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૫) શકુન શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર કહેવા-ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૬) હસ્તિ શિક્ષા જણાવનાર શાસ્ત્રો ભણવા-ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૭) ધનુર્વેદની શિક્ષા લેવી. તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૮) ગંધર્વવેદ પ્રયોગ કરનાર કે શીખવનાર રૂપ કુશીલ. (૯) પુરુષ-સ્ત્રીના લક્ષણ કહેનાર કે તેના શાસ્ત્રો ભણાવનાર રૂપ કુશીલ. (૧૦) કામશાસ્ત્રના પ્રયોગ કહેનાર-ભણાવનારા. (૧૧) કૌતુક ઈન્દ્રજાલના શસ્ત્રનો પ્રયોગ કરનાર-ભણાવનાર. (૧૨) લેખનકળા, ચિત્રકળા શીખવવારૂપ. (૧૩) લેપકર્મ વિદ્યા ભણાવવા રૂપ કુશીલ. (૧૪) વમન-વિરેચનના પ્રયોગો કરવા-કરાવવા-શીખવવા. ઘણી જાતની વેલડીઓ તેના મૂળીયા કઢાવવા કે તે માટે કહેવું, પ્રેરણા આપવી, વનસ્પતિ તોડાવવા-કપાવવા રૂપ ઘણાં દોષવાળી વૈદક વિદ્યાના શાસ્ત્રો પ્રમાણે પ્રયોગ કરવા કે વિદ્યા ભણવારૂપ કુશીલ.
એ પ્રમાણે (૧૫) અંજન પ્રયોગ, (૧૬) યોગપૂર્ણ, (૧૭) સુવર્ણ ધાતુવાદ, (૧૮) રાજદંડ નીતિ, (૧૯) શાસ્ત્ર, અસ્ત્ર, અગ્નિ, વિજળી, પર્વત. (૨૦) સ્ફટિક રત્ન, (૨૧) રત્ન પરીક્ષા, (૨૨) રસવેધ વિષયક શાસ્ત્રો, (૨૩) અમાત્ય શિક્ષા, (૨૪) ગુપ્ત તંત્ર-મંત્ર, (૨૫) કાલ-દેશ સંધિ કરાવવી, (૨૬) લડાઈ કરાવવાનો ઉપદેશ, (૨૭) શસ્ત્ર, (૨૮) માર્ગ, (૨૯) વહાણ-વ્યવહાર ઈત્યાદિ નિરૂપણ કરનાર શસ્ત્રોના અર્થો કથન કરવા-કરાવવા, તે અપ્રશસ્ત જ્ઞાનકુશીલ. આ પ્રમાણે પાપ શ્રુતોની વાચના-વિચારણા-પરાવર્તન, તેનું શોધ-સંશોધન, તેનું શ્રવણ એ અપ્રશસ્ત જ્ઞાનકુશીલ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati