Mahanisiha 221
Mahānisīha: ṭīkānusārī vivecana 221
- Language
- Gujarati
221
‘મહાનિશીથ’ સૂત્ર-૪૯૩ :– [૩/–/૪૯૩]
ભગવન્! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન કરવું? ગૌતમ! અમે તે વિધિ આગળ જણાવીશું.
અતિ પ્રશસ્ત તેમજ શોભન તિથિ, કરણ, મુહૂર્ત્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબલ હોય જેના શ્રદ્ધા સંવેગ નિઃશંક અતિશય વૃદ્ધિ પામેલ હોય. અતિ તીવ્ર ઉલ્લાસ પામતા, શુભાધ્યવસાય સહિત પૂર્ણ ભક્તિ-બહુમાન સહ કોઈજ આલોક-પરલોકના ફળની ઈચ્છા રહિત સળંગ પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ કરીને જિનમંદિરમાં અચિત્ત જગ્યામાં રહીને જેનું મસ્તક ભક્તિપૂર્ણ બનેલ છે. હર્ષથી રોમાંચિત, નયન કમળ વિકસિત થયેલ શાંત-સૌમ્ય-સ્થિર દૃષ્ટિવાળો, હૃદયમાં સંવેગની છોળો ઉછળી રહી છે તેવો, અતિતીવ્ર ઉલ્લાસથી, અનેક ધન આંતર-રહિત, અચિંત્ય પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત, વીર્ય યોગ સમયે-સમયે વૃદ્ધિ પામતા, હર્ષપૂર્ણ-શુદ્ધ-નિર્મળ-નિશ્ચલ હૃદયવાળા સ્થાપિત એવી શ્રી ઋષભાદિ તીર્થંકર પ્રતિમા વિશે સ્થાપના કરેલ નયન ન મનવાળો, એકાગ્ર પરિણામી, આરાધક આત્મા શાસ્ત્રજ્ઞ, દૃઢ ચારિત્રી, ગુણવાન, યોગ્ય શબ્દોચ્ચારથી અનુષ્ઠાન કરાવવાના અદ્વિતીય લક્ષ્યવાળા ગુરુના વચનને અબાધક, વિનયાદિ બહુમાન પ્રાપ્ત, શોક-સંતાપાદિ રૂપ સર્વે દુષ્ટ શ્વાપદથી યુક્ત, ભવસમુદ્રમાં નાવ સમાન, આગમ શાસ્ત્ર મધ્યે વર્તના - X - એવા પંચમંગલ મહાશ્રુતસ્કંધ વાળા પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળા, પ્રવચન દેવતાધિષ્ઠિત એવા–
જે ત્રણ પદ, એક આલાવાયુક્ત અને સાત અક્ષર પ્રમાણ, અનંતગમ પર્યાયને જણાવનાર સર્વ મહામંત્રો અને શ્રેષ્ઠ વિદ્યાઓના પરમ બીજભૂત ‘નમો અરિહંતાણં’ એવા પ્રકારનું પહેલું અધ્યયન વાચનાપૂર્વક ભણવું જોઈએ. પાંચ ઉપવાસ કર્યા પછી પહેલાં અધ્યયનની વાચના લીધા પછી તે દિવસે આયંબિલ તપથી પારણું કરવું જોઈએ. તે જ પ્રમાણે બીજા દિવસે અર્થાત્ સાતમા દિવસે અનેક ગુણસંપદાયુક્ત પૂર્વોક્ત અર્થને સાધી આપનાર પૂર્વોક્ત ક્રમે બે પદયુક્ત એક આલાવો, પાંચ અક્ષર પ્રમાણ નમો સિદ્ધાણં એ બીજા અધ્યયનને ભણવું, તે દિવસે આયંબિલથી પારણું કરે. એ પ્રમાણે પૂર્વોક્ત અર્થને સાધી આપનાર ત્રણ પદયુક્ત એક આલાવો, સાત અક્ષર પ્રમાણ ‘નમો આયરિયાણં’ એવા ત્રીજા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ કરવું.
તથા આગળ કહેલા અર્થને સાધી આપનાર ત્રણ પદયુક્ત એક આલાવો અને સાત અક્ષર પ્રમાણ નમો ઉવજ્ઝાયાણં એવા ચોથા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ કરવું. એ જ પ્રમાણે ચાર પદયુક્ત એક આલાવા ને નવ અક્ષર પ્રમાણ ‘નમો લોએ સવ્વસાહૂણં’ એવા પાંચમાં અધ્યયનની વાચના લઈને ભણવું, તેમાં દશમા દિવસે પારણે આયંબિલ.
તે જ પ્રમાણે તેના અર્થને અનુસરનાર ૧૧-પદોયુક્ત ત્રણ આલાવા અને ૩૩-અક્ષર પ્રમાણવાળી ચૂલિકારૂપ-‘એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસિણો. મંગલાણં ય સવ્વેસિં, પઢમં હવઈ મંગલં.’ ત્રણ દિવસ એક-એક પદની વાચના લેવી. છઠ્ઠા, સાતમા, આઠમા દિવસે તે જ ક્રમ અને વિભાગથી આયંબિલ પૂર્વક પઠન કરવું. એ પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધ સ્વર, વર્ણપદ સહિત પદ-અક્ષર-બિંદુ માત્રાથી વિશુદ્ધ મોટા ગુણવાળા, ગુરુએ ઉપદેશેલ, વાચના આપેલ તેને સમગ્રપણે ભણીને તૈયાર કરવો કે જેથી પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વીએ જીભના અગ્રભાગે બરાબર યાદ રહી જાય.
પછી પૂર્વોક્ત તિથિ, કરણ, મુહૂર્ત્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબળના શુભ સમયે જીવ-જંતુ રહિત ચૈત્યાલયના સ્થાનમાં, તેને અનુજ્ઞાવિધિ કરાવીને હે ગૌતમ! મોટા પ્રબંધ અને આડંબર સહિત અતિ-સ્પષ્ટ વાચના સાંભળીને તેને બરાબર અવધારવી. આ વિધિથી પંચમંગલના વિનય-ઉપધાન કરવા જોઈએ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati