Pramāṇa · Search · About · API

Mahanisiha 226

Mahānisīha: ṭīkānusārī vivecana 226

Language
Gujarati

226

‘મહાનિશીથ’ સૂત્ર-૫૦૧ થી ૫૦૩ :– [૩/–/૫૦૧ થી ૫૦૩]
કેવળજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચરમશરીર જેણે પ્રાપ્ત કર્યું નથી, એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠે પ્રકારના કર્મોનો ક્ષય કરનાર થાય છે. બહુ દુઃખ અને ગર્ભાવાસથી મુક્ત બને છે. મહાયોગી થાય છે. વિવિધ દુઃખથી ભરેલ ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. ક્ષણ-વારમાં સંસારથી વિરક્ત થાય છે. અથવા ગૌતમ! બીજું કથન બાજુ પર રાખીને, પરંતુ આ રીતે ધર્મ તીર્થંકર એવું શ્રેષ્ઠ અક્ષરવાળું નામ છે. તે ત્રિભુવન બંધુ, અરિહંત, ભગવંત, જિનેશ્વર, ધર્મ તીર્થંકરોને જ છાજે છે. બીજાને નહીં. કેમકે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ, પ્રગટ કરેલ સમ્યગ્દર્શન અને ઉલ્સિત પરાક્રમના બળને છૂપાવ્યા વિના ઉગ્ર કષ્ટદાયી, ઘોર દુષ્કર તપનું નિરંતર સેવન કરીને ઊંચા પ્રકારના મહાપુન્ય સ્કંધ-સમૂહને ઉપાર્જિત કરેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે.
અનંતા કાળથી વર્તતા ભયોની પાપવાળી ભોગવવાના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતીય તીર્થંકર નામકર્મ બાંધેલ, અતિ મનોહર, દેદીપ્યમાન, દશે દિશામાં પ્રકાશનાર, નિરૂપમ, ૧૦૦૮ લક્ષણો વડે સુશોભિત હોય છે. જગતમાં ઉત્તમ શોભાના નિવાસ માટેના વાસગૃહ સમાન અપૂર્વ શોભાવાળા તેમના દર્શનમાત્રથી દેવો અને મનુષ્યો મનમાં આશ્ચર્ય અનુભવે છે. તથા નેત્ર અને મનમાં મહાન વિસ્મય તથા પ્રમોદ અનુભવે છે. તે તીર્થંકરો સમગ્ર પાપના મેલથી રહિત થયેલા હોય છે. સમચતુરસ્ર સંસ્થાન તથા વજ્રઋષભ નારાચ સંઘયણ યુક્ત, પરમ પવિત્ર અને ઉત્તમ શરીધારી હોય છે.

Linked texts (2)