Pramāṇa · Search · About · API

Mahanisiha 227

Mahānisīha: ṭīkānusārī vivecana 227

Language
Gujarati

227

‘મહાનિશીથ’ સૂત્ર-૫૦૪ થી ૫૦૮ :– [૩/–/૫૦૪ થી ૫૦૮]
સમગ્ર મનુષ્યો, દેવો, ઈન્દ્રો દેવાંગનાઓના રૂપ, કાંતિ, લાવણ્ય એ સર્વે એકત્ર કરી, તેનો ઢગલો એક બાજુ કરાય અને બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગુઠાના અગ્રભાગને કરોડ કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ-દેવીના રૂપનો પીંડ સુવર્ણના મેરુ પાસે રાખના ઢગલાં જેવો શોભારહિત દેખાય છે. અથવા આ જગતના સર્વે પુરુષોના બધાં ગુણો એકઠાં કરાય તો તે તીર્થંકરના ગુણોના અનંતમાં ભાગે પણ ન આવે. સમગ્ર ત્રણે જગત એકઠાં થઈને એક દિશાભાગમાં ત્રિભુવનમાં રહે, બીજી બાજુની દિશામાં તીર્થંકર ભગવંત એકલાં જ હોય તો પણ તેઓ ગુણમાં અધિક છે. તે કારણે તેઓ પરમ પૂજ્ય છે. વંદનીય, પૂજનીય અરહંત છે. બુદ્ધિમતિવાળા છે માટે તે તીર્થંકરને ભાવથી નમસ્કાર.

Linked texts (2)